Gujarat: ચૂંટણી પંચે 18મી લોકસભાની ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મે 2024ના રોજ મતદાન થશે અને પરિણામ 4 જૂન 2024માં આવશે. પણ ભાજપમાં 10 બેઠકો પર ભારે વાદવિવાદ અને વિરોધ થતાં તેમાં બે બેઠક પર ઉમેદવાર બદલવા પડ્યા હતા. બે ઉમેદવારો સામે જાહેરમાં વિરોધ થયો હતો. 4 ઉમેદવારો સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો હતો. જે દબાવવામાં પાટીલ સફળ થયા હતા. આમ થતાં પક્ષનું વાતાવરણ ખરાબ થઈ ગયું હતું. ચૂંટણી વાતાવરણ ડહોળાઈ જતાં પક્ષમાં આંતરિક હોળી પ્રગટી હતી. ધુળેટીએ રંગ ઉછળવાના બદલે માતમ હતો. હોળી પ્રગટી પણ પક્ષ પોતે હોલીકા બની રહ્યો હતો.
ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં સૌથી વધારે જૂથવાદ બહાર આવ્યો હતો.
સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, આણંદ, વલસાડ બેઠક માટે વિરોધ દેખાયો હતો. ભાજપમાં કકળાટ રહ્યો, હાલમાં નેતાને ભાજપ હટાવે કે રાખે પણ નેતાઓમાં અંદરો અંદર મનમેળ ન હોવાનું બહાર આવી રહ્યું હતું.
લોકસભા ચૂંટણી માટે ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવતો રહ્યો હતો. નારાજગીના સુર બહાર આવ્યા હતા. પક્ષમાં મનમાની ચાલતી હોવાથી પક્ષના નેતાઓ સામે વિરોધ હતો. ખાસ કરીને સી આર પાટીલ, અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પસંદ કરેલાં ઉમેદવારો સામે વિરોધ હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રાકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે ચૂંટણી અધિકારીઓએ દૂર કર્યા હતા. ભાજપમાં જૂથવાદને લઈ વડોદરામાં રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી હતી. 2014માં વડોદરામાં નરેન્દ્ર મોદી ચૂંટાયા અને પછી તેમણે રાજીનામું આપી દીધું અને રંજનબેન ભટ્ટને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેની સામે વિરોધ હતો. જે આ વખતે જ્વાળામુખી બનાવીને બહાર આવ્યો હતો.
સાબરકાંઠાના ઉમેદવાર ભીખા ઠાકોરે પણ ઉમેદવારી પરત ખેંચી હતી. ભાજપમાં હવે કોનો વારો નિકળશે તેવી ચર્ચા હતી. ભાજપમાં બરતરફ થયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું કે, આ વડોદરાવાસીઓની જીત છે.
આજના નેતાઓ થોડું કંઈક મળે કે ન મળે એટલે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર રંજન ભટ્ટને ટેકો આપતી પોસ્ટ થઈ રહી હતી. ભાજપનું એક જૂથ રંજન ભટ્ટને ટિકિટ આપવાથી નારાજ છે ત્યાં જ ભાજપનું બીજું જૂથ રંજન ભટ્ટના સમર્થનમાં છે અને એટલે જ સોશિયલ મીડિયા પર રંજન ભટ્ટના સમર્થનમાં કેમ્પેઇન પણ શરૂ થઈ ગયું હતું.
રંજનબેને કહ્યું કે,મેં વડોદરાની 10 વર્ષ સેવા સમર્પિત થઈને કરી છે. ફરીથી ત્રીજીવાર મને ભાજપે ટિકિટ આપી હતી. પંરતુ છેલ્લા દસ દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતા લાગ્યું, કે જે રીતે લોકો ચલાવી રહ્યા. મને અંતર આત્માના અવાજે કહ્યું કે, હવે નથી કરવું. મને એવું થયું કે, ચૂંટણી નથી લડવી. મને સવારે ભગવાનની પૂજા કર્યા બાદ એવુ થયુ કે, ચૂંટણી નથી લડવી. વિરોધીઓને એવું લાગતું હોય કે તેમની જીત થઈ તો તેઓ ખુશ થાય. હુ તો ભાજપને સમર્પિત છું. કાર્યકર તરીકે આગળ પણ કામ કરતી રહીશ. વડોદરાને સીટ છોડીને પીએમ મોદીએ મને સેવા કરવાની તક આપી હતી. હું હંમેશા સમર્પિત રહીને પ્રજા વચ્ચે રહી હતી. મેં વડોદરાનું કામ કર્યું છે. પણ, મને સવારથી એવું થયું કે, રોજરોજ કોઈને નવું કરવું પડે તો તેના કરતા હું સામેથી જ કહી દઉં કે નથી લડવું.
મને કોઈ દુખ નથી. ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી તેના કરતા સારું છે કે હુ ઉમેદવારી પાછી ખેંચું. મારી સામે પોસ્ટર યુદ્ધ થયું, તેમાં કોંગ્રેસના પ્રમુખનો હાથ છે. તેમાં તપાસ થઈ રહી છે. તેમાં સાચું બહાર આવશે. મને સરકાર પર વિશ્વાસ છે કે, જે વ્યક્તિ પાછળ સંડોવાયેલા હોય તેને શોધી કાઢશે. પરંતુ વડોદરામાં સંસ્કારની નગરીમાં છેલ્લા દસ દિવસથી જે લોકો કરી રહ્યા હતા તે મારી બદનામી થાય તેના કરતા ઉમેદવારી પાછી ખેંચી લઉં.
મે કેસરી મારી સખી શરૂ કર્યું અને 44 જિલ્લા પ્રભાગમાં ચાલે છે.
પાર્ટી તરફથી કોઈ સૂચના અપાઈ નથી. પરંતુ મારું વડોદરા બદનામ થાય તેના કરતા આ સારું હતું. પાર્ટી જે નામ માટે ઉમેદવારી કરશે તેના માટે કામ કરીશ.
પાર્ટી તમને જ ઉમેદવારી કરવા દબાણ કરશે તો તેના જવાબમાં તેમણે કહ્યું, હું આજે છોડી રહી છું. પાર્ટીએ તો ટિકિટ આપી જ હતી, પરંતુ હવે મને નથી લડવું.
મે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કહેવાથી નહીં, મારી મરજીથી ચૂંટણી નહીં લડું, મારી બદનામીથી મે ઉમેદવારી પરત ખેંછી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. છેલ્લા 10 દિવસથી મારી બદનામી થઈ રહી છે. ભરત શાહે મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. PMએ 10 વર્ષ વડોદરાની જનતાની સેવા કરવાની તક આપી, જે કઈ ચાલી રહ્યું હતું તે બધા જાણે છે. ચૂંટણી નહીં લડવાનો મે નિર્ણય કર્યો છે. મારા લોકોએ મને ખુબ જ પ્રેમ કર્યો છે. મને પાર્ટીએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું નથી.
ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ વિરોધ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે તો રંજન ભટ્ટ સામે ચૂંટણી લડવાની ચેલેન્જ આપી દીધી છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ સમાવવાનું જાણે નામ જ નથી લઈ રહ્યો.
મતદાન દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ નુતન શાળામાં ચાલી રહેલી મતદાન વખતે ઓળખ કાર્ડ વગર બુથમાં પ્રવેશતાં વિવાદ થયો હતો. એક વ્યક્તિએ વીડિયો બનાવી અને તેમનો વિરોધ કર્યો હતો. બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાની વિનંતી કરી હતી. સતત વિરોધ કર્યો તેમ છતાં સાંસદ તો બુથમાં જતા રહ્યા હતા.
મોટા ભાગના ભાજપ હોદ્દેદારો-કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબહેન ભટ્ટને આશ્ચર્યજનક રીતે ત્રીજી વખત રિપીટ કરાતાં જ ભાજપમાં નારાજગી વંટોળ ફૂંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. ડૉ.હેમાંગ જોષીને ઉમેદવાર તરીકે પછી જાહેર કરવા પડ્યા હતા.
પોસ્ટર વોર
ધારાસભ્ય મનીષા વકીલના કાર્યાલય માર્ગ પર રંજનબેન સામે પોસ્ટર લાગ્યા હતા. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવાયા હતા. ભાજપની આંતરિક જૂથબંધી હતી.
રંજનબેન ભટ્ટે પ્રથમ વખત જણાવ્યું કે, જ્યોતિબેન પંડ્યાને ઉશ્કેરવામાં આવ્યા હોઈ શકે છે.
ધારાસભ્ય મનીષા વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલી સોસાયટીની બહાર વડોદરા બેઠકનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો હતા.
આવનારા દિવસોમાં પણ વડોદરા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે વિરોધ વધુ ઉગ્ર બને એવી શક્યતા હતી. તેથી તેમને બદલવાની ફરજ નરેન્દ્ર મોદી અને સી આર પાટીલને પડી હતી.
કેવા લખાણ ધરાવતા બેનરો લગાવાયા?
સંગમ સોસાયટી પાસે લાગેલા બેનરમાં લખ્યું છે કે ‘સત્તાના નશામાં ચૂર ‘ભાજપા’ શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય, કેમ કે જનતા મોદી પ્રિય’. જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવાયું છે, જેમાં લખ્યું છે કે ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામા? જનતા માગે છે તપાસ’. તો ઝવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં…’ જેવાં વિવિધ લખાણોવાળાં બેનરો લાગ્યાં છે.
રંજનબેન મૂળ ભોય છે, પોરના વતની છે. તેઓ ભટ્ટને પરણેલા છે. અપક્ષ ચૂંટાયા હતા. જાગૃત્તિ પંડાય તે વણીક છે. તે બ્રાહ્મણની સાથે પરણેલાં છે.
રંજનબેન શું બોલ્યા?
મારા વિરુદ્ધ એક જ વ્યક્તિ કામ કરી રહી છે. ભાજપના તમામ કાર્યકરો ખુશ છે. કામે લાગી ગયા છે. વિધાનસભા મત વિસ્તારોમાં સંમેલન પણ શરૂ કરી દીધાં છે. તમામ સાત વિધાનસભાના ધારાસભ્યો પણ કામે લાગી ગયા છે.
ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જાહેર કર્યું હતું કે, 2014માં મોદી,2015 અને 2019માં રંજનબેન વડોદરાથી લડ્યા હતા. વડોદરામાં ઉમેદવાર બદલાશે નહીં. પાર્ટી કોઈ નવો ઉમેદવાર લાવે તેવું થાય જ નહીં.
જ્યોતિ પંડ્યા
સૌથી પહેલા ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો. જ્યોતિબહેન પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજનબહેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ ઉઠાવ્યો હતો. મારું વડોદરા કહેશે તે કરીશ. આમ આદમી પક્ષ દ્વારા ઓફર કરવામાં આવી હતી. દાવાનળ લાગ્યો છે. બરોડીયન કહે તે જ કરીશ. તેમને આમ આદમી પક્ષમાંથી ચૂંટણી વડવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, શહેર મારી સાથે છે.
હિટલર શાહી
વડોદરા શહેર ભાજપમાં સોશિયલ મીડિયા વોર શરૂ થયો હતો. સાંસદ રંજનબેન ભટ્ટ પર હિટલરશાહી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો હતો. પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ વિકાસ દુબેએ આરોપ લગાવ્યા હતા. ઉપ પ્રમુખે સાંસદ પર હિટલરશાહી અને ભ્રષ્ટાચારની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ મામલે વિવાદ વધતા વિકાસ દુબેએ સાંસદ પાસે માફી માગતી પોસ્ટ શેર કરી હતી. દુબેએ આક્ષેપ કરતી પોસ્ટ હટાવી લીધી હતી.
આરોપીને છોડાવી ગયાનો વિવાદ નડી ગયો
રંજન ભટ્ટ પોલીસ મથકમાં આવીને આરોપીને છોડાવી ગયા હતા. વાયરલ વીડિયો તોફાન મચાવી રહ્યો હતો. ત્યારે રંજને કહ્યું હતું કે, કુશ મારો ઓળખીતો છે અને એનાં ઘરમાં લગ્ન હતાં. તેને કન્યાદાન કરવાનું હતું. તેઓ ફોટો શુટ માટે પેલેસમાં જઇ રહ્યાં હતાં. ત્યારે ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓ રોંગ સાઇડ હતાં. લાયસન્સ પણ ન હતું. સ્કુટર તેઓની માલિકનું ન હતું. મામલો વધુ ગંભીર ન થાય અને સામસામે ફરિયાદ ન થાય અને બંનેને મુશ્કેલી ન પડે તેવાં મારા પ્રયાસ હતાં. પાડોશી ધર્મ નિભાવવા હું ત્યાં ગઇ હતી. ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ન બગડે તેમનાં સામે ફરિયાદ ન થાય તેવો મારો પ્રયાસ હતો. હું કોઇ આરોપીને બચાવવા ગઇ ન હતી. કારણ કે કુશ ઉપર એફઆઇઆર થઇ ચુકી હતી. મેં પોલીસ ઉપર કોઇપણ જાતનું દબાણ કે દાદાગીરી કરી નથી. મારો એવો કોઇ ભાવ ન હતો કે હું કંઇ ખોટું કરું. હું હંમેશા લોકોની મદદ કરું છું મેં પોલીસ સ્ટેશન જઇને કુશને છોડાવ્યો ન હોય તે કાયદા મુજબ જામીન ઉપર છૂટ્યો છે.
ભીખા ઠાકોર
સાબરકાંઠાના ઉમેદવાર ભીખા ઠાકોરે પણ ઉમેદવાર પરત ખેંચી હતી. ભાજપમાં હવે કોનો વારો પડશે તેવુ ચર્ચાઈ રહ્યું છે. ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખા ઠાકોરને ટિકિટ આપી હતી. ભીખા ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત ટ્વીટ કરી હતી. ગુજરાતમાં સતત બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડતા ભાજપ માટે સમસ્યા પેદા થઈ શકે છે.
ભાજપની 26 બેઠકો જીતવાના દાવા હતા. ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચાર ચાલુ કરી દીધો હતો. માણસો નકલી થઈ ગયા. ભીખાજી સામે વિરોધ હતો. ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાસંદ દીપ રાઠોડને કાપીને. કાપીને નવા ચહેરાને તક આપી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના હીરા ટીંબા ગામના ભીખાજી ઠાકોરને પસંદ કર્યા હતા.
નિતિન પટેલ દ્વારા પણ દાવાદારી કરવામાં આવી હતી. રાજકોટમાં વિજય રૂપાણીએ દાવો કર્યો હતો. તે પરત કર્યો હતો.
દિલ્હીમાં શું નિર્ણય લેશે એની પર ગુજરાત લોકલ લેવલે ફેરફાર થશે. ગુજરાતની સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને નામે જ્ઞાતિ સમીકરણ મેળ ખાઈ રહ્યાં નથી.
ભાજપની સામે ઉમેદવાર સામે આદિવાસી સમાજના હોવાના આક્ષેપો લાગ્યા હતા. સ્થાનિક નેતાઓએ જ આ વિરોધ ઉઠાવ્યો હતા. કોંગ્રેસે અહીં આદિવાસી સમાજનાં નેતા તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે.
ભીખા ઠાકોર સામે વિવાદ વધ્યો હતો. તેથી ભીખાભાઈએ નિર્ણય લીધો હતો. ભીખા ઠાકોરને ટિકિટ આપી ત્યારે વિરોધ થયો હતો. ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક બેઠકો પર જાહેર કરાયેલા ઉમેદવારો બદલવાની ચર્ચા વહેતી થઈ હતી. તેમના સ્થાને શોભના બારૈયાને ઉમેદવાર જાહેર કરવા પડ્યા હતા.
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પક્ષથી નારાજ હતા. તેમણે રાજીનામું આપી દીધું હતું. પછી પાછું ખેંચી લીધું હતું. તેઓ સી આર પાટીલને દબાવવામાં સફળ રહ્યાં હતા.
આણંદ – બકાભાઈ મુશ્કેલીમાં
આણંદ લોકસભા બેઠક પર સોલંકી અને ચાવડા ઠાકોર જીતતા હતા. તેમને હરાવીને મિતેષ પટેલ જીત્યા હતા. બીજી વખત ઉમેદવાર બનાવાતાં પક્ષમાં વિરોધ હતો. વિરોધી જૂથ દ્વારા સાંસદ મિતેષ પટેલ વિરૂદ્ધ મોવડી મંડળને રજૂઆત કરી હતી. જે બાદ પણ મિતેષ પટેલને ટિકીટ આપતા ભાજપનાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
ચંદ્રકાંત પાટીલ સામે તેમની વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી હતી.
તેમને દિલ્હી બોલાવ્યા હતા અને અમિત ચાવડાને કઈ રીતે હરાવી શકાય તે જાણવા અને વ્યૂહરચના ગોઠવવા કામ સોંપવામાં આવ્યું હતું.
ભાજપની બેઠક દિલ્હી ખાતે મળી તેથી ઉમેદવારી સામે પ્રશ્નાર્થ છે. અહીંથી કૉંગ્રેસે વિધાનસભ્ય અમિત ચાવડાને ઉમેદવાર બનાવી ભાજપને મોટો પડકા ફેંક્યો હતો.
બોરસદ નગરપાલિકાના કાઉન્સિલર પરાગ પટેલે સોશિયલ મીડિયામાં કોમેન્ટોમાં ભાજપના અન્ય કાઉન્સિલરોએ સૂર પુરાવ્યો હતો.
ઠાકોર ભરત સોલંકીના નાના ઇશ્વર ચાવડા અહીંથી ચૂંટાતા હતા. ભરત સોલંકી પણ 2004 અને 2009માં ચૂંટાયા હતા. બે વખતથી ભાજપ જીતે છે. ભરતસિંહ સોલંકી અને ભાજપના મિતેષ પટેલ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસ જીતતી હતી તેને મિતેશ પટેલે હરાવ્યા હતા.
અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભરતસિંહના ઇનકાર બાદ અમિત ચાવડા ઉપરાંત બોરસદના
પુર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પરમાર અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવર મહિડાના નામો પણ ચર્ચાયા હતા. મિતેશ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે.