ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે.સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા છે. પડકારો અમને હંફાવી ન શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે, અમે અમૃતકાળની વાત પકડી છે.માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. એના માટે 10 હજાર કરોડની ફાળવણી.
કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ.
બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ.
ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ.
અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં ગામોને સિંચાઈ માટે 25 કરોડ.
કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ.
પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
ખેડૂતોને રવીપાક માટે વ્યાજ સહાય યોજના
સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ
ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લિટર તેલ, 2 કિલો ચણા અપાશે
ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઊભી કરાશે
સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ મથક બનશે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ
સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ