રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર IAS અધિકારી કે. રાજેશ સામે આખરે CBIએ ચાર્જસીટ દાખલ કરી છે અને સાથેજ કે.રાજેશ સાથે કામ કરતા મહોમ્મદ રફીક મેમણ સામે પણ CBIએ ચાર્જસીટ દાખલ કરી છે. IAS અધિકારી કે. રાજેશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે CBI દ્વારા કે.રાજેશ વિરુદ્ધ ગત તા.18 મેના રોજ FIR દાખલ થયા બાદ તા. 20 મેના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા.
દરમિયાન તા.13 જુલાઈના રોજ કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી.
રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં ગેરરીતિ કરવાના આક્ષેપ લાગ્યા છે.
કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા તે સમયે પાસ થયેલા હથિયાર લાયસન્સ પણ હવે રદ થવાની શકયતા વ્યકત થઈ રહી છે
સાથે જ સરકારી જમીનની ફાળવણીમાં પણ થયેલી ગેરરીતિ મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવા ધમધમાટ ચાલુ થયો છે.
ગાંધીનગર અને સુરત અને આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ દસ્તાવેજ અને પુરાવાઓ હાથ લાગ્યા બાદ બંન્ને આરોપીઓની ધકપકડ કરી લેવાઈ છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ અધિકારી સાથે વહીવટ કરનારા પણ ભેરવાઇ જવાની વાત માત્રથી સબંધિત વર્તુળોમાં ભારે ટેંશન છવાયું છે.