પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરનારા ભારતીય વાયુસેનાના વિમાન અને તેના પાઈલોટ્સથી સમગ્ર દેશને ગૌરવ છે. ત્યારે ઈમરજન્સીના સમયે મેઈન હાઈવે પરથી વાયુસેનાના વિમાન ઉડાન ભરી શકે કે ઉતરી શકે તે માટે દેશમાં 11 એર ટ્રીપ રોડનું સરકાર નિર્માણ કરવાની છે..આ 11 એર ટ્રીપ રોડમાં એક એર ટ્રીપ દ્વારકા ખંભાળિયા વચ્ચે બનશે તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. 9 વર્ષના વિવાદ બાદ બનનારા બાયપાસ રોડના ખાતમૂહૂર્ત માટે મનુસખ માંડવિયાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ખંભાળિયા સહિતમાં બનનારી 11 એર ટ્રીપ પર લડાકુ વિમાનથી માંડીને કાર્ગો પ્લેન લેન્ડિંગ કરી શકશે તેમ કહ્યું હતું.
