STના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીને લઈને ધરણા કરી રહ્યા છે. આજથી રાજ્યભરના ST બસના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજ્યના 45 હજાર જેટલા STના કર્મચારીઓ જોડાયા છે.
કર્મચારીઓની હડતાળના કારણે GSRTCની 8 હજાર જેટલી બસ બંધ છે. STના કર્મચારીઓની હડતાળના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સાથે જ મુસાફરોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મહત્વનું છે કે એસ.ટી નિગમના કર્મચારીઓ સાતમા પગારપંચના અમલ સહિત વિવિધ માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ હવે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે. કે કોઈ પણ મોટી સમસ્યાનું ટેબલ પર બેસીને નિરાકરણ આવી શકે ન કે જાહેરમાર્ગોને બંધ કરવાથી.
હડતાળ પડવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જેની નોંધ કર્મચારીઓએ પણ લેવી જરૂરી હોવાનું સીએમ એ જણાવ્યું છે. રૂપાણીએ કહ્યું કે આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને છે પરંતુ પ્રજાને પરેશાની થઈ રહી છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
એસ.ટી વિભાગના કર્મચારીઓની વિવિધ માંગોને લઈ રાજ્યસરકાર હવે હરકતમાં આવ્યું છે. અને નાયબ મુખ્યમંત્રીની ચેમ્બરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આર.સી ફળદુ સહિત અધિકારીઓ ખાસ હાજરી આપશે અને પડતમાંગને લઈ ખાસ ચર્ચા વિચારણા કરશે. મહત્વનું છે કે એસ.ટી નિગમના કર્મચારીઓ સાતમાં પગારપંચ સહિત વિવિધ માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.