આગામી ચાર માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડાલાજ પાસે અન્નપૂર્ણાધામ મંદિરનું ઉદ્ગાટન કરવાના છે. અન્નપૂર્ણ ધામ મંદિર માત્ર આદ્યાત્મિક નહી પરંતુ વિદ્યાર્થીઓમાં નવા ઉદ્મનું જોમ પુરવાનું કામ કરશે. કારણ કે અહીં છાત્રાલય, લાયબ્રેરી,આર્ટ ગેલેરી હશે. આઈએએસ અને તલાટી સહિતની પરીક્ષાના ક્લાસીસ પણ અહીં શરૂ થવાના છે. પીએમ દ્વારા અન્નપૂર્ણા ધામ મંદિરના લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે. કરોડો રૂપિયાના ખર્ચે લેઉવા પાટીદાર સમાજ તરફથી આ મંદિર બનવવામાં આવી રહ્યું છે. ૨૭૦૦૦ માણસો બેસી શકે તે પ્રમાણેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
