Gujarat Goverment : ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ધંધા માટે નાણાંકીય લોન સામે વ્યાજ સહાય યોજના
યોજનાનો હેતુ |
- અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગય સ્થાપના અભાવે તેવો ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે સહાય.,બેન્ક દ્વરા વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન આપવામા આવે છે .બેંકેબલ યોજના અંતગઁત રૂ.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામા આવે છે.
- યોજના શરૂ થયાનું વર્ષ:૧૯૯૧
|
પાત્રતાના માપદંડો |
- લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ લોન લે અને ૪% વ્યાજ વ્યકિત ભોગવે, વધુમાં વધુ રૂ. ૧૦.૦૦લાખા ની લોન ઉપર ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે આપવાની રહેશે
- બાજપેયી બેકેંબલ યોજના અને કુટીર ઉધ્યોગમાં ચાલતી બેન્કેબલ યોજના અનુસાર આ યોજનામાં નિયામકશ્રી ( અજાક ) દ્રારા અમલ કરવાનો રહેશે
- આવક મર્યાદાનું ધોરણ ધ્યાને લેવાનું નથી
- દુકાન પ્રાપ્ત થયેથી તથા સબસીડીની રકમ ખરેખર ખર્ચના ૨૦% પરતું મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં જરુરી પુરાવા / દસ્તાવેજો રજુ કર્યાની તારીખ અથવા દુકાન શરૂ થયાના ત્રણ માસ એ બે માંથી જે મોડું હોય તેટલા સમય બાદ ચૂકવવાનું આવશે
- આ યોજના હેઠળ મેળવેલ લોન સહાય દ્રારા ખરીદવામાં આવેલ વ્યવસાયનું સ્થળ / દુકાન જમીન અંગેના નિયમો અનુસાર તેમજ બાંધકામના નિયમોનુસાર હોવા જોઈએ અને જો આ અંગે કોઈ ક્ષતિ જણાશે તો મંજુર કરવામાં આવેલ લોન / સહાયની રકમ જરૂર જણાયે મહેસુલી રાહે પરત લેવામાં આવશે
- મંજુર કરવામાં આવેલ લોન / સહાય અરજદારને જે હેતુ માટે મંજુર કરવામાં આવેલ હશે તે હેતુ માટે જ ઉપયોગમાં લઈ શકાશે જો તેમ કરવામાં કસુર થશે તો મંજુર કરવામાં આવેલ તમામ રકમ એકી સાથે દંડનીય વ્યાજ સહિત વસુલ કરવામાં આવશે
- લોનના હપ્તા અને વ્યાજ તેના નિયત સમય કરતા વહેલા ભરપાઈ કરવા માટે અરજદારને છુટ રહેશે
- પોતાની જમીનમાં બાંધેલ દુકાન અથવા ખરીદેલ દુકાન / વ્યવસાયના સ્થળને અરજદારે સરકાર પાસે લોનની ભરપાઈ થાય ત્યાં સુધી મોર્ગેજ કરવાનો રહેશે
- આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા અરજદારે લોનની સંપૂર્ણ રકમ જેટલી સ્થાવર મિલ્કત ધરાવતી વધુમાં વધુ બે સ્થાનિક વ્યકિતઓની જામીનગીરી આપવાની રહેશે
- આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીનીએ લાયકાત ધરાવતા લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે
- આ યોજના હેઠળ લોન / સહાય મેળવીને ખરીદેલ વ્યવસાય સ્થળ / દુકાનમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકાશે નહી
- લોન તથા વ્યાજ નિયમિત ન ભરનાર પાસેથી અઢી ટકા વધુ દંડનીય વ્યાજ તરીકે વસુલ કરાશે અને બાકી લોનની રકમ જમીન મહેસુલના લેણા તરીકે પણ વસુલ કરી શકાશે
|
સહાયનું ધોરણ |
- બેંકેબલ યોજના હેઠળ લોન ૪% વ્યાજએ વ્યકિત ભોગવે, વધુમાં વધુ રૂ. ૧૦.૦૦લાખા ની લોન ઉપર ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦/-ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે
|
ક્રમ | વિગત | ડાઉનલોડ |
---|
1. | અરજી માટેનું નિયમ નમુનાનું ફોર્મ: | ડાઉનલોડ |
- અમલીકરણ કચેરી :- નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરી તથા સમાજ કલ્યાણ અધિકારીશ્રી(પંચાયત)ની કચેરી.