ભાનુશાળી હત્યાના કાવતરાથી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ વાકેફ હોવાની વિગતો સિટની તપાસમાં ખૂલી છે. સિદ્ધાર્થની સિટના અધિકારીઓએ મોડી રાત્રીના ધરપકડ કરી હોવાની વિગત મળી છે. સિટના અધિકારીઓ સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલા સિધ્ધાર્થનો રોલ શૂટરોને બાઈક , હેલ્મેટ પુરા પાડયા હતા. આ ઉપરાંત છબીલ પટેલને ભાગવા માટે પ્લેનની ટિકિટ પણ સિદ્ધાર્થે કરાવી હતી.
ભાનુશાળીની હત્યા માટે આયોજનબધ્ધ રીતે કાવતરૂ ઘડવામાં આવ્યું તે સમગ્ર પ્લોટથી આરોપી સિધ્ધાર્થ શરૂઆતથી જાણકાર હતો. સિધ્ધાર્થ ભાનુશાળીની હત્યા માટે નીકળેલા શૂટરોને બાઈક અને હેલ્મેટ પુરૂ પાડયું હતું. હેલ્મેટ વગર વાહન ચલાવવા મામલે પોલીસ રોકે અને ચેકીંગ થાય તો હથિયાર પકડાયો તો સમગ્ર યોજના પડી ભાગે તેમ હતી. ઉપરાંત સીસીટીવીમાં આરોપીઓને પોલીસ ઓળખી જાય તો પણ સમગ્ર કાવતરૂ ખુલ્લુ પડી જાય તેમ હતું.