Gujarat: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળની શપથવિધિ બાદ હવે ભાજપમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અંગેની અટકળો શરુ થઈ ગઈ છે. ભાજપમાં એક નેતા એક પોસ્ટનો સૈદ્વાંતિક નિયમ બનાવવામાં આવ્યો છે અને હવે ભાજપના વર્તમાન પ્રમુખ નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મંત્રી બનતા નવા પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવે તેવી માહિતી મળી રહી છે.
2024ની ચૂંટણીમાં ભાજપ માંડ માંડ 240 સીટ સુધી પહોંચ્યું છે. તેવામાં નવા પ્રમુખ માટે સંગઠનની દ્રષ્ટિએ નવા પડકારો રહેશે. જેપી નડ્ડાના અનુગામી તરીકે ત્રણેચ નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં વિનોદ તાવડે અને સુનિલ બંસલ રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
ભાજપના સૂત્રોનું માનીએ તો પહેલા ભાજપ પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂંક કરશે ત્યારબાદ ગુજરાતમાં નવા પ્રમુખની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે દેવુસિંહ ચૌહાણ સહિત અનેકના નામો પરંતુ નરેન્દ્ર મોદી વધુ એક વખત આશ્ચર્યકારક નિમણૂંક કરીને સરપ્રાઈઝ આપી શકે છે.આ દરમિયાન નવા પ્રમુખની નિમણૂંક ન ન થાય ત્યાં સુધી રજની પટેલને કાર્યકારી પ્રમુખ બનાવી શકાય છે એવી સંભાવના જોવા મળી રહી છે.
સંસદનું સત્ર તારીખ 17 મી જુન બાદ પાંચ દિવસ માટે મળશે અને તેમાં વિશ્વાસ મત હાંસલ કરવામાં આવશે. જ્યારે જુલાઈમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવી શકે છે.