ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને લઈ સરકાર પણ હરકતમાં જોવા મળી રહી છે. જો કે, સરકારે આગામી 1 જુલાઈથી અનલોકને પૂર્ણ કરી અનલોક 2 માટેની તૈયારી શરુ કરી દીધી છે. આ અનલોક 2માં કરફ્યુનો સમય 12થી સવારના 5 કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને તેની સાથે સાથે ધંધા અને રોજગાર માટે સવારના 7થી રાતના 10 સુધી છુટછાટ આપવામાં આવી શકે છે.
રાજયમાં સરકાર દ્વારા અનલોક 2ની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે કેવા પ્રકારની છુટછાટ આપવી અને કેટલા સમયનો કરફ્યુ નક્કિ કરવો તે તમામ બાબતો અંગે વિચારણ કરવામાં આવી રહી છે. જો કે, અનલોક 2માં સરકાર દ્વારા કરફ્યુનો સમય રાતના 12થી સવારના 5 સુધી રાખવામાં આવી શકે છે અને ધંધા-રોજગાર માટે સવારના 7થી રાતના 10 સુધીની છુટછાટ આપવામાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો કે રાજયમાં હજી પણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડાની જગ્યાએ સતત વધારો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી કોરોના વાયરસના કેસ સતત 500થી વધારે જ જોવા મળી રહ્યા છે.