શું તમને તાવ આવ્યો છે? 104 હેલ્પલાઈન નંબર પર ફોન કરો, આરોગ્ય અધિકારીઓ ઘરે આવી ફ્સારી માં સારવાર કરી જશે. ટોલ ફ્રી નંબર 104 ડાયલ કરીને ઘરે બેઠા આરોગ્યલક્ષી સારવાર – માર્ગદર્શન વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકાય છે
રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાસભર આરોગ્યને લગતી સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને પરામર્શ સેવાઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ અને પોતાને નિ:સહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવાના હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 104 હેલ્થ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી, જે લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. હજારો દર્દીઓ આ સેવાનો લાભ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આર્શીવાદ દઈ રહ્યાં છે.
રૂપાણી સરકારશ્રીનાં આરોગ્ય વિભાગ દ્રારા કાર્યરત હેલ્પલાઈન નંબર 104 પર જ્યારે પણ તાવ આવે ત્યારે સંપર્ક કરવાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ૩ કલાક અને શહેરી વિસ્તારમાં ૨ કલાકની અંદર જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ઘરબેઠા સારવાર આપવા પહોંચી જાય છે. આમ, હવે તાવ આવે તો દર્દીને હૉસ્પિટલ જવાની જરૂર પડતી નથી કેમ કે રૂપાણી સરકારે ઘરેબેઠા દર્દીને આરોગ્યની સારવાર ઉપલબ્ધ કરાવી આપી છે. 104 નંબર પર એક ફોન કરવાથી મેડિકલ ઑફિસર એક પણ રૂપિયાને ચાર્જ કર્યા વગર તમારા ઘરે સારવાર આપવા આવે છે. ગુજરાત સરકારની આ હેલ્પલાઈન ખરેખર તાવનાં દર્દીઓને હેલ્પ કરી રહી છે અને રોજના અંદાજે દોઢસોથી બસો જેટલા દર્દીઓ ઘરેબેઠા તાવની સારવાર નિઃશુલ્ક રીતે કરાવી રહ્યા છે. ગુજરાતમાં કોઈ વ્યક્તિને તાવ આવે તો દર્દી પોતે અથવા તેના સ્વજન ઘરેબેઠા ટોલ ફ્રી નંબર 104 પર સંર્પક કરે તો દર્દીની વિગતો જાણીને આ હેલ્પલાઈન પર તેમને મદદ મળે છે અને જરૂરિયાત જણાય તો દર્દીનાં ઘરે મેડિકલ ઑફિસર આવે છે. તેઓ દર્દીને તપાસે છે, જરૂર પડે તો બ્લડ ટેસ્ટ કરે છે અને દવા પણ આપે છે. આ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. આ સેવા નિઃશુલ્ક છે.