દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
Krushi Mahiti: જ્યારે નર્મદા યોજના લાવવાની હતી ત્યારે ખેડૂતોને કહેવામાં આવતું હતું કે, નર્મદાના પાણીથી સફરજન પેદા થશે.
Krushi Mahiti કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા) ગામના શાંતિલાલ દેવજીભાઈ માવાણી ગુજરાતમાં સફરજન પાકે એવા પ્રયોગો કરી રહ્યાં છે.
કચ્છી કેસર, કચ્છી ખારેક, પપૈયા, દાડમ, કેળા, ડ્રેગન ફળ બાદ હવે કચ્છી સફરજનની ખેતીનો પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં કેટલેક અંશે સફળતા મળી છે. તેઓ કચ્છમાં અંજીર અને હવે નાળિયેરીની ખેતી પણ કરી રહ્યાં છે.
પહેલો પ્રયોગ નિષ્ફળ
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની ઠંડીમાં ઉગતા સફરજન કચ્છના 47 ડીગ્રી ગરમ રણમાં 2015થી આ પ્રયોગો કરી રહ્યા છે. પહેલાં લાલ રંગના – રેડ ડિલિસીયર સફરજનના છોડ ઉછેરવામાં નિષ્ફળતા મળી હતી.
ત્રણજાતો
1017-18માં હિમાચલ પ્રદેશમાંથી ત્રણ જાતો અન્ના, હરમન 99 અને ડોરસેટ ગોલ્ડના મૂળના ટિસ્યૂ કલ્ચર લેબોરેટરીમાં ઉછેરેલા 80 રોપા મંગાવ્યા હતા. રજત બાયટેક લેબોરેટરીમારીમાં એમ 9 રૂટ પર 3 વેરાયરી એક છોડ પાછળ 500 રૂપિયા ખર્ચ થયું હતું. આ છોડ 45થી 48 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. ઝાડ ઊંચાઈ 10 ફૂટ જેટલી થાય છે. બીજા વર્ષમાં ફૂલ અને ફળ આવ્યા હતા. 60 ઝાડ થયા હતા. આ વર્ષે 2024માં 40 ઝાડ છે – 2017-18થી વાવેલા છે. જેમાં નાના ફળ આવે છે. પણ હજું બજારમાં માલ વેચાય એટલું ઉત્પાદન નથી મળતું. પહેલા વર્ષે એક ઝાડ ઉપર નાના ફળો ઊતર્યાં હતાં. 1989માં કચ્છ કેસર કેરીના ગ્રાફ્ટીંગ કરીને પાયલોટ પ્રોજેક્ટ જેના ઝાડ જીવે છે. 150 કિલો ફળ આપે છે.
સફરજનની ખેતી
પહેલાં બે વર્ષ તેના પાન અને ડાળી કાપવી પડી હતી. કારણ કે ઠંડા પ્રદેશમાં તેના પાન ખરી જતાં હોય છે. કચ્છમાં એવું થતું ન હતું. ડી-કમ્પોસ્ટ કરેલું સેંદ્રિય ખાતર, પંચગવ્ય ગૌ અમૃતમ બેક્ટેરિયાનો છંટકાવો કર્યો હતો. રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી. રોપણી ડિસેમ્બર-જાન્યુઆરી એટલે કે ઠંડી ઋતુ છે.
ચીંલીંગ પ્રકક્રિયા કચ્છમાં થઈ શકતી ન હોવાથી બે વર્ષ પાનને હાથથી તોડ્યા હતા. પણ ત્રીજા વર્ષે એ પણ બંધ કરી દીધું હતું. તેથી વરસાદ પડ્યા પછી ડિસેમ્બરમાં પાંદડા ખરી ગયા હતા. વસંતઋતુમાં સોપારીથી મોટા અને લીંબુંથી મોટા વિકાસ થયા છે. અત્યારે લીંબુ આકારના ફળ છે. સોપારી જેવા ફળ થાય છે અને ખરી પડવાનું પ્રમાણ વધારે છે. ખેડૂત પોતે પણ સફરજનની વેપારી ખેતી કરવા માટે રાહ જોઈ રહ્યાં છે. અને બીજા ખેડૂતોને સફરજનની મોટા વિસ્તારમાં ખેતી કરવાની ના પાડી રહ્યાં છે.
ફળ
બે વર્ષ બાદ જાન્યુઆરીમાં જ ફૂલ આવ્યા હતા. ફળ પાકતા છ મહિના જેટલો સમય લાગે, પણ આ ફળ જોઈએ એવા વિકાસ થતાં નથી. એક વૃક્ષ પરથી 70થી 80 કિલો ફળ આવવા જોઈએ પણ તેમ હજું થઈ શક્યું નથી. મોંમાં રૂચિકર રસ આવે છે. વેલણ આકાર બને પછી તેનો આકાર આવે છે. ટેસ્ટ, ગ્રોથ પાછલી અવસ્તામાં વાપરતાં હતા. સોપારી થઈને ડ્રોપીંગ થાય છે. પૂરા પરિણામો આવે પછી જાહેર કરવા અંગે શાંતિભાઈ કહે છે.
નેટનો ઉપયોગ
પ્રથમ વર્ષે એક છોડમાં શરેરાશ 15થી 35 જેટલા ફળ આવ્યા હતા. જેમાં એક ફળનું વજન 100થી 150 ગ્રામ હતું. 2021 અને 2022માં ઉત્પાદન થયું નથી. છોડ ઉપર બે મીટર પહોળી નેટ લગાવી છે. નેટ હાઉસથી સારો ફાયદો મળે છે. ફળમાખી અને પક્ષીથી નુકસાન અટકાવી શકાય છે. ટપક સિંચાઈ કરે છે. બેડ બનાવવા પડે છે. સફરજનને ગમતા હોય એવા છોડ વાવીને આંતરિક વાવેતર થઈ શકે છે.
કચ્છી કેસર કેરી
શાંતિભાઈએ 1989ના વર્ષમાં સૌપ્રથમ વખત જૂનાગઢથી કેસર કેરાના ગ્રાફ્ટિંગ કરીને પાંચ ઝાડ તૈયાર કર્યા હતા. આજે નખત્રાણા અને માંડવી તાલુકામાં કેસર કેરીના જંગી ઉત્પાદન માટે પ્રખ્યાત થઈ ગયો છે.
શાંતિલાલ માવાણીએ શાળા શિક્ષણ પૂરું કર્યા બાદ પરંપરાગત રીતે 1973થી 25 એકર જમીન પર બાગાયતી ખેતી શરૂ કરી હતી. જેમાં કેસર છે. 2024માં સારું ઉત્પાદન નથી. શાંતિલાલભાઈએ અંજીર, પાઇનેપલના પ્રયોગો કર્યા છે.
ભૂજથી 42 કિલોમીટર દૂર ભૂજ-નલીયા હાઇવે પર ત્રણ કિલોમીટર અંદરની બાજુએ શાંતિભાઈનું ખેતર આવેલું છે. તેઓ ખેડૂતોને 9427818525 પર માર્ગદર્શન આપે છે.
કચ્છ કાશ્મિર બની શકે
જ્યારે સિંધુ નદી વહેતી હતી ત્યારે અહીં ચોખાનું મોટું ઉત્પાદન થતું હતું. 1856ના ધરતીકંપ પછી મોટા રણમાં કુદરતી રીતે બંધ બની જતાં સિંધુ નદીનો પ્રવાહ બંધ થયો હતો.
બાગાયત વિભાગ
બાગાયત અધિકારી કહે છે કે, સફરજનની ખેતી શક્ય નથી. તેઓ સફરજનની ખેતી અંગે ભલામણ કરવાનો ઈન્કાર કરે છે.
દેશમાં 29 રાજ્યમાં સફરજનની ખેતી થાય છે.
સફરજન માત્ર કચ્છમાં નાના ફળ સ્વરૂપે થાય છે એવું નથી, દેશના 29 રાજ્યો અને પ્રદેશોમાં સફરજન થતાં હોવાની વિગતો કેન્દ્રના બાગાયતી વિભાગ પાસે છે. જેમાં હરિમાન-99 સફરજન ગરમ આબોહવા સફરજનની ખેતી શક્ય બનાવી છે. હરિમાન શર્માની શોધ હરિમાન-99 ઉત્તર પ્રદેશ જેવા ગરમ રાજ્યોના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે. આ સફરજનનું પોષણ મૂલ્ય કાશ્મીર અને હિમાચલના સફરજન કરતાં વધુ છે. સફરજનની જાત હરિમન-99 ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ રાજ્યોમાં થાય છે.
ફળોનું કદ બહુ મોટું નથી હોતું.
દરિયાની સપાટીથી લગભગ 4800 થી 9000 ફૂટની ઊંચાઈએ થતું ફળ હવે દરિયા કિનારે થવા લાગ્યા છે. હરિમાન-99 જાતની સફરજનની ખેતી 40-45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ખીલે છે.
છેલ્લા એક દાયકામાં દેશના 29 રાજ્યોમાં હરિમાન-99 જાતના લાખો રોપાઓ વાવવામાં આવ્યા છે. પ્રજાતિને વર્ષ 1999માં વિકસાવી હતી. હરિમાન-99 છોડ ફેબ્રુઆરીમાં ફૂલે છે અને 15 મે અને 30 જૂન વચ્ચે ફળ પાકે છે. 10 થી 12 વર્ષનો દરેક પુખ્ત છોડ એક ક્વિન્ટલ સફરજનનું ઉત્પાદન કરવાનું શરૂ કરે છે. 2014માં દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના બગીચામાં એક સફરજનનું ઝાડ વાવ્યું હતું, જે ફળ આપી રહ્યું છે.
હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ઉગાડવામાં આવતા સફરજનને લગભગ એક હજાર કલાકની ચિલિંગની જરૂર પડે છે, જ્યારે ઓછી ચિલિંગ વેરાયટીને માત્ર 500 કલાકની ચિલિંગની જરૂર પડે છે. મેદાનોમાં આ પ્રકારની ઠંડી શિયાળાની ઋતુમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જોવા મળે છે.માર્ચમાં વાવેતર કર્યા પછી ઉનાળાની ઋતુમાં દર મહિને ત્રણથી ચાર પિયત અને શિયાળાની ઋતુમાં બે પિયત આપવા જોઈએ. સફરજનના છોડને વરસાદની મોસમમાં ખાસ કાળજીની જરૂર હોય છે.
હરિમાન-99 ઉપરાંત, અન્ના, ફુજી, સન ફુજી અને ડોર્સેટ ગોલ્ડન જાતો ઉત્તર ભારતના ગરમ મેદાનોમાં થવા લાગી છે.
ભારત
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પંજાબ અને સિક્કિમમાં સફરજનની ખેતી થાય છે. ભારતમાં સફરજનનું સૌથી વધુ ઉત્પાદન જમ્મુ અને કાશ્મીરમાં જે દેશના 70 ટકા 1719.42 ટન સફરજન પેદા કરે છે.
કેન્સર, હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું કરતાં સફરજનની ખેતી હિમાચલ પ્રદેશ ઉત્પાદનની દ્રષ્ટિએ બીજા સ્થાને દેશના 26.42 ટકા 643.85 ટન છે. બાકીના રાજ્યોનો હિસ્સો 4 ટકા છે. ઉત્તરાખંડ 2.66 ટકા 64.88 ટન સફરજનનું ઉત્પાદન કરે છે. અરૂણાચરમાં 7.34 ટન છે. નાગાલેન્ડ 1.80 ટન છે. ત્રણ રાજ્યો મળીને 99 ટકા સફરજનનું ઉત્પાદન કરે છે. હવે પહાડી રાજ્યો સિવાય બિહારના ખેડૂતો પણ સફરજનની ખેતી કરવા લાગ્યા છે.
દુનિયા
સમગ્ર વિશ્વમાં સફરજનના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 2.05 ટકા છે. ભારતમાં 2.6 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન છે.