- 15 ઓગસ્ટે 169 એકર જમીન પર ત્રિરંગો ઝંડો ફરકાવશે
- કચ્છના લોકો પોતે જ હવે જમીનોનો કબજો લઈ રહ્યાં છે
- 35 વર્ષથી ભાજપ સરકાર પછાત વર્ગોને તેના હક્કની જમીન અપાવી શકી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
Kutch: 169 એકર જમીનનો બેલા ગામ અને નાંદા ગામમાં 15 ઓગસ્ટ 2024માં સવારે 10 વાગ્યે કબજો લઈને ખેડૂતો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સરકારને ચેતવણી આપશે.
Kutch 3300 એકર જમીન પર માથાભારે, રાજકીય અને ઉદ્યોગોએ જમીન પર કબજો જમાવી દીધો છે તે એક પછી એક 3 તાલુકાના 15 ગામમાં કબજો લેવામાં આવશે. ગુજરાતમાં આ અનોખા પ્રકારનું આંદોલન છે તેની નોંધ ભારતમાં લેવામાં આવી છે.
35 વર્ષથી કચ્છમાં 3300 એકર જમીનનો કબજો મળતો ન હતો. કચ્છના પછાત ખેડૂતો લડાઈ લડી રહ્યાં છે. તેઓ 35 વર્ષથી લડી રહ્યાં છે. 1983-84માં તત્કાલીન રાજ્ય સરકારે અનુસૂચિત અને ઓબીસી (અન્ય પછાતવર્ગ) સમુદાયનું જીવનધોરણ સુધરે તે હેતુસર જમીન સંપાદન કોંગ્રેસ સરકારે કર્યું હતું. હવે આ જમીન પર રાષ્ટ્ર ધ્વજ ફરકારીવને જમીન પરત લેવામાં આવી રહી છે. ભાજપ સરકારો આજ સુધી મૌન રહી છે. આ પહેલાં રાપરમાં 800 એકર જમીન આ રીતે કબજો લેવામાં આવ્યો હતો.
12 દિવસ પહેલા કચ્છ કલેક્ટરને આખરી ચેતવણી આપી હતી કે,
કચ્છના ચાર તાલુકા પૈકી રાપર તાલુકાના બેલા અને નંદા ગામ સહિતના 15 ગામોની દલિતોને આપેલી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યું છે. સરકારી કર આવે છે તે અમે ભરીએ છીએ, પરંતુ ખેતી કોઈ અન્ય જ કરે છે.
કચ્છના 4 તાલુકા કચ્છના ચાર તાલુકા ભુજ, અંજાર, રાપર અને ભચાઉ તાલુકામાં ફાળવાયેલી 3 હજાર એકર જમીન પર અન્ય લોકોનો કબજો છે તે ખાલી કરાવી દેવામાં આવે. જો તેમ નહીં થાય તો 15 ઓગસ્ટે જમીન પર કબજો લઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
કચ્છ જિલ્લામાં દલિત સમાજને ફાળવવામાં આવેલી 3 હજાર એકર જમીન પર અસામાજિક તત્વોએ કબજો જમાવી લીધો છે. જમીન તેના મૂળ માલિકોને મળે તો તેઓ ખેતી કરી આજીવિકા રળી શકે તેમ છે.
ભૂમિહીન ખેડૂતોને જમીનનો માલિકી હક્ક મળે તે માટે લડત ચાલી રહી હતી.
વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી આંદોલન ચલાવી રહ્યાં છે.
જમીનના 7-12ના ઉતારા સહિતમાં નામ છે. ભાજપના આશીર્વાદથી 3000 એકર જમીન કે જેની કિંમત કરોડોમાં અંકાય છે તેના પર અનધિકૃત કબજો જમાવ્યો છે.
સૌથી વધુ રાપર તાલુકામાં 1200 એકર જમીન પર દબાણ છે. આ મુદ્દે કલેક્ટર અમિત અરોરા અને સરહદી પોલીસ રેન્જના વડા ચિરાગ કોરડિયાને રજૂઆત કરેલી છે.
કચ્છમાં ખાનગી કંપનીઓને જમીનની આડેધડ ફાળવણીમાં કોઈ નિયમ નડતા નથી. જ્યારે જેમનો હક્ક છે, એવા ખેડૂતોને જમીનનો કબજો સોંપવા માટે માપણી સહિતની કામગીરી કરવાની પણ ફુરસદ મળતી નથી.
આગામી દિવસોમાં અગસિયા, માલધારી, બન્નીના રેવન્યૂ દરજ્જા ઉપરાંત પવનચક્કીના વાયરોના કારણે ખેતીને થયેલાં નુકસાન સહિતના પ્રશ્નો ઊઠાવવામાં આવશે.
અગાઉ 800 એકર જમીનનો કબજો મળ્યો હતો.
કાયદો – વ્યવસ્થા
જમીન પર ખેતી કરવા જાય તો ખૂન પણ થઈ જાય એવી સ્થિતી નરેન્દ્ર મોદીના સમયથી અહીં છે. પોતાની જમીન હોવા છતાં ત્યાં પગ મૂકી શકતા નથી. કલેક્ટર કચેરી આગળ ધરણાં પર બેસવાની જાહેરાત કરી હતી. મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
2019થી કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાના 116 દલિત ખેડૂતોએ સરકારને ફરિયાદ કરી હતી. ઊંચી જાતિના માથાભારે શખ્સોએ જમીન પચાવી લીધી હતી.
રેકર્ડ
7/12 અને 8 અ, વિઘોટીની પહોંચ, હાલીમાજી, ટિપ્પણ, સુડબૂક અને સાંથણીના હુકમ સહિતના રેકર્ડ છે.
કાયદો
રાજ્યપાલ ઓ. પી. કોહલીને ફરિયાદ કરી હતી, કે એએલસી હેઠળ (એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એક્ટ) 1984માં જમીન ફાળવવામાં આવી હતી. એટ્રોસિટી ઍક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જમીન પર દબાણ કરે તો કલમ 3(1)(f) અને 3(1)(g) મુજબ ગુનો બને છે.
આદેશ
સરકારે અનુસૂચિત જાતિ ખેતી સામુદાયીક સહકારી મંડળી બનાવી હતી. જે અંતર્ગત દલિતોને ભચાઉ તાલુકામાં 1730 એકર અને રાપર તાલુકામાં 2750 એકર જમીન ફાળવી હતી. ફાળવણી માત્ર કાગળ પર કરવામાં આવી હતી. 35 વર્ષ થઈ ગયાં, પરંતુ હજુ સુધી આ ખેડૂતોને જમીનની માલિકી મળી ન હતી. 2023માં સરકારે પરિપત્ર દ્વારા જાણ કરી હતી કે, સર્વે નંબર કઢાવી તાત્કાલિક ધોરણે જમીનનો કબજો સોંપી દેવો.
આગેવાનો
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા દલિત સમુદાયના અગ્રણીઓ દ્વારા ધરણાં પ્રદર્શન અને ઉપવાસ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છના હિતેશ મહેશ્વરી સક્રીય છે. ભચાઉ તાલુકા મંડળીના પ્રમુખ વીરજીભાઈ છે. અવાજ ઉઠાવનારા કાર્યકર સુનીલ વિંજુડા છે. રાપર તાલુકાના મંડળી પ્રમુખ અને દલિત ખેડૂત પચનભાઈ ભદ્રુ છે. નરેશ મહેશ્વરી છે. લખન ધ્રુવા, વિશાલ પંડ્યા, પંકજ નોરીયા, વિજયભાઈ કાગી
ભૂજમાં 731 એકર
ભૂજમાં 40 વરસ પહેલા સાંથણીમાં મળેલી 731 એકર કરતા પણ વધુ જમીનનો હજુ સુધી પ્રત્યક્ષ કબ્જો અનુસૂચિત જાતિના લોકોને સોંપવામાં આવ્યો નથી. કલેક્ટરે આદેશ કર્યો છે છતાં જમીન આપવામાં આવી નથી. 1983-84માં ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લી.ને ભૂજના ગામોમાં આપી હતી. પ્રમુખ વિજયકુમાર પી. કાગી મંડળીના પ્રમુખ છે.
વિનોદ ચાવડા ભાજપના નેતા
કચ્છના સાંસદ વિનોદ ચાવડા પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અને ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તેમ છતાં અહીં દલિતોની જમીન પર માથાભારે તત્વો કબજો જમાવીને બેસી ગયા છે. કોઈ તેમની મદદ કરવા તૈયાર નથી.
ભાજપ
માર્ચ 2023માં અંજાર તાલુકામાં આવેલી અનુસૂચિત જાતિની મંડળીની ખેતીની જમીન વિધાનસભાના પૂર્વ સ્પીકર ર્ડા.નીમા આચાર્યના દીકરા ધવલ ઉર્ફે મુકેશ આચાર્યની કંપની દ્વારા માંગવામાં આવી હતી. ઉપરાંત એક પોલીસ સબ ઇન્સ્પેકટરનો ડોળો હોવાનો આક્ષેપ થઈ રહ્યો હતો.
અંજાર તાલુકાના વરસામેડી ગામની સર્વે નંબર 67/1 જમીનને શાન ઇન્ફ્રા કંપનીના ડિરેક્ટર ધવલ ઉર્ફે મુકેશ ભાવેશ આચાર્ય દ્વારા માંગવામાં આવી હતી. કાનજી રાણા ઉપરાંત કચ્છ ભાજપના મંત્રી રહી ચૂકેલા સતીશ છાંગા, હરી વાલજી છાંગા, ત્રિકમ જાટિયા, હરી જખુ જાટિયા, કરમણ ગોપાલ હમીર જાટિયા, રણછોડ ગોપાલ હમીર જાટિયા, માવજી ગોપાલ હમીર જાટિયા, રમેશ ગોપાલ હમીર જાટિયાનું નામ ઉછળ્યું છે. અને દલિત અગ્રણીઓ તેમની સામે કડક કાર્યવાહી કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પણ કાર્યવાહી થાય તેવું જણાવી રહયા છે.
ભૂજની 730 એકર જમીનમાં ભાજપના નેતાઓનો કબ્જો છે. વગદાર લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
વિખવાદ
5 ઓગસ્ટ 2019માં ભચાઉમાં 500 લોકો એકઠા થઈ ગયા હતા. સારો વરસાદ થતા દલિત લાભાર્થીઓ જંગી ગામમાં જમીનોમાં વાવેતર કરવા પહોંચ્યા હતા. બંને પક્ષો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. જંગીના ગ્રામજનો માને છે કે, ખેડૂતોના કબજામાં છે તે જમીનોના બદલે શ્રી સરકારના નામે હજારો વિઘા જમીન જંગીની સીમમાં પડી છે તે આપવી જોઈએ.
ઇતિહાસ
વાગડનું મૂળ નામ વચ્છા દેશ હતું. વાગડ પર વિરાટ રાજાનું રાજ હતું.
ગેડીમાં જમીન ખોદતાં ત્યાં કોઈ મોટું શહેર દટાયેલું હોય એવાં ચિહ્નો જોવાં મળ્યાં હતાં. મંદિરોના ઘુમ્મટ પણ દટાયેલા હતા. ગેડીના દરબારગઢમાં પણ એવું જ જોવા મળે છે.
રવેચી મંદિરની આસપાસનાં ચારથી પાંચ ગાઉંના વિસ્તારમાં શિયાળુ પવન વાતો નથી! જ્યાં જામ ઓઢો અને હોથલે ગાંધવર્ લગ્ન કર્યાં હતાં. હોથલપરા ડુંગરમાં ભોંયરામાં હોથલની મૂર્તિ બેસાડવામાં આવી છે.
કચ્છનો વાગડ પ્રદેશ, ઢોલી અને આહીરાણીઓના પાળિયા, અખાડા અને હડપ્પાનાં અવશેષો છે. ભચાઉ, રાપર અને ખડીર મહાલના વિસ્તારો સંયુક્ત રીતે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે.
રણની વ્યાપક ખારાશ હોવા છતાં મંદિરના વિસ્તારમાં પીવા મળતું પાણી સાકરથી અદકેરી મીઠાશ ધરાવે છે.
કંથકોટ ગુજરાતના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે. સૂર્ય મંદિરની સૂર્ય પ્રતિમા ભારતમાં જોવા નથી મળતી.
કચ્છના બ્રિટિશ પૉલિટિકલ રેસિડેન્ટ કેપ્ટન મેક્મર્ડોની કબર પણ અહી આવેલી છે. એ પ્રતિભાવંત અંગ્રેજે કચ્છી ભાષા અને કચ્છની પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સાધુ વેશે તેઓ થોડો સમય અંજાર પણ રોકાયા હતા. ભૂરિયા બાવા તરીકે જ ઓળખતા થઈ ગયા હતા.
કબરાઉં ગામ પાસે સિખ ધર્મના સ્થાનક ઉપરાંત શિવ મંદિર અને ઝાફરઝંડા પીરની દરગાહ પણ આવેલી છે.
જંગી એક વખત એવું બંદર હતું કે ત્યાંથી મોરબી રાજ્યનો વ્યાપાર-વ્યવસાય ચાલતો હતો. સંત મેકણદાદાનો પાળિયો છે.
બેલા ગામના બિલેશ્વર મહાદેવના મંદિર પાસે ત્રણ પવિત્ર કુંડ આવેલા છે. દુષ્કાળમાં પણ આ કુંડનું પાણી અખૂટ રહે છે. વરનેશ્વર મહાદેવના કૂવામાં અખૂટ અને મીઠું પાણી મળી રહે છે. ખડીર અને ધોળાવીરાનું પુરાતત્વની દૃષ્ટિએ અનેક ગણું મહત્વ છે