ભાજપનાં પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઇમની એસઆઇટીની ટીમે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં કચ્છનાં જયંતી ઠક્કર ઉર્ફે જયંતી ડુમરાની ધરપકડ કરી છે. જયંતિ ઠક્કર રાજકારણમાં પોતાનાં માટે જગ્યા ઇચ્છતો હતો જેના કારણે કેણે છબીલ પટેલની મદદથી જયંતી ભાનુશાળીની હત્યા કરી હતી. મહત્વનું છે કે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
છબીલ પટેલે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આ આખું ષડયંત્ર જયંતી ઠક્કરનું હતું. જેમાં છબીલે માત્ર શાર્પ શૂટરોની વ્યવસ્થા કરવાની હતી. આ શૂટરોને આપવાનાં રૂપિયા પણ જયંતી ઠક્કર જ આપશે તેવું કહેવામાં આવ્યું હતું.
ભાનુશાનોંધનીય છે કે શુટરોએ 8 જાન્યુઆરીના રોજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહેલા જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. છબીલ પટેલે પુછપરછમાં કહ્યાં પ્રમાણે જયંતિ ઠક્કર અને છબીલ પટેલનો હેતુ જયંતી ભાનુશાળીને રાજકારણમાંથી હટાવવાનો હતો. આ કાવતરામાં મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને તેમની ગેંગનો સાથ પણ હતો. આ ગેંગએ બદનામ કરવા માટે પહેલા જયંતી ભાનુશાળી સામે સુરતમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. જોકે આ ઘટનામાં ભાનુશાળીએ સમાધાન કરી લીધું હતું.