Lalla Bihari Chandola demolition drive : 22 વર્ષથી ચાલતું ગેરકાયદે નગર: લલ્લા બિહારી વિરુદ્ધ રાજ્યનું સૌથી મોટું બુલડોઝર અભિયાન
Lalla Bihari Chandola demolition drive : અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી એક વિશાળ ગેરકાયદે વસાહત જમી ગઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો રહેઠાણ કરીને જીવનયાપન કરતા હતા. આ વસાહત પાછળનું મુખ્ય મગજ કહેવાતું “લલ્લા બિહારી”, નામના એક શખ્સે સંપૂર્ણ વ્યાવસાયિક માળખું ઊભું કરી દીધું હતું, જ્યાં નાગરિકતા, આધાર કાર્ડ, પાન કાર્ડથી લઈને ભીખ મંગાવવા માટેની ગેંગ પણ ચલાવતો હતો.
22 વર્ષથી ગેરકાયદે સામ્રાજ્ય ધરાવતો લલ્લા બિહારી
લલ્લા બિહારીનો અહિયાં પ્રવેશ 1984માં થયો હતો, જ્યારે તે ઝાડુ બનાવવાની મજૂરી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. પરંતુ વર્ષોથી તેણે તેની વસાહત ચંડોળા તળાવના આસપાસ મજબૂતીથી ઉભી કરી હતી. જે વિસ્તારમાં હવે લગભગ 1500 જેટલા બાંગ્લાદેશી પરિવારો વસવાટ કરતા હતા. તેણે નક્કી કરેલી ‘સિસ્ટમ’ હેઠળ, બાંગ્લાદેશથી આવતા લોકોને માત્ર ₹2 લાખમાં ‘નાગરિક’ બનાવી દેતો હતો. ₹25,000માં આધાર કાર્ડ અને ₹5,000માં પાન કાર્ડ પણ બનાવી આપતો.
તેના ફાર્મ હાઉસમાં ઘોડા, કૂતરા, પંખીઓ રાખી ખેતી કરતો અને પાર્ટી પ્લોટ ભાડે આપી કરોડોની સંપત્તિ ઉભી કરી. રિક્ષા પાર્કિંગ, દુકાનો અને ઝૂંપડાઓના ભાડા પરથી મહિને 8.40 લાખની આવક મેળવતો. તેના હાથ નીચે 2000 જેટલા ભીખારી કામ કરતા, દરેક પાસેથી દૈનિક ₹500 લેતો અને એક દિવસમાં ₹10 લાખ સુધીનું ટર્નઓવર કરતો.
પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની મશીનરી એક્ટિવ
મંગળવારે વહેલી સવારે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) અને શહેર પોલીસ દ્વારા ભવ્ય અને અણિહાલ વિસ્ફોટક અભિયાન હાથ ધરાયું. લગભગ 14 કલાક ચાલેલા આ અભિયાનમાં 50થી વધુ JCB મશીનો અને 50 ટ્રક સાથે 1 લાખ સ્ક્વેર મીટર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. 2000થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.
10 ડ્રોનથી સમગ્ર ઝોનમાં નજર રાખવામાં આવી રહી હતી. 2500થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસમુખ્ય અધિકારીઓએ પણ આ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું.
આડેધડ બનાવટ અને કમાણીનું માળખું
લલ્લા બિહારી આસામથી ઝાડુ બનાવવાનું કાચા મટિરિયલ મંગાવીને સમગ્ર ઉદ્યોગ ઊભો કર્યો હતો. પોલીસને તેના ફાર્મ હાઉસમાંથી 16 ટ્રક ભરીને રો મટિરિયલ મળ્યું. તેણે 250 રિક્ષા ખરીદી હતી જેને ભાડે આપતો અને 10 ટકાના વ્યાજે લોન આપી અનેક બાંગ્લાદેશીઓને નાણાકીય રીતે ‘ગુલામ’ બનાવી દીધા હતા.
ડિમોલિશન દિવસના મુખ્ય ઘટનાઓ
સવારે 5 વાગે: 2000થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તાર ખાતે તૈનાત.
સવારે 6 વાગે: વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો.
સવારે 7:15 વાગે: ક્રાઈમ બ્રાંચની ટીમ સ્થળ પર પહોંચી.
7:30 વાગે: કેટલાક લોકોએ મકાન પોતે તોડવાનું શરૂ કર્યું.
7:45 વાગે: લલ્લા બિહારી અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ.
9:15 વાગે: ડિમોલિશન મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો.
12:45 વાગે: હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવાનો ઈન્કાર.
2:25 વાગે: ગૃહમંત્રી, DGP અને CM કાર્યાલય તરફથી મીટીંગ.
3:00 વાગે: મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી.
ચંડોળા તળાવના કબજાખોરી પ્રકરણમાં એક વ્યક્તિનાં હાથ નીચે આખું ગેરકાયદે નગર ઊભું થઈ શકે અને 22 વર્ષ સુધી તંત્રને ખબર પણ ના પડી. પરંતુ હવે જ્યારે સરકાર હરકતમાં આવી છે, ત્યારે લોકોમાં આશા છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને કડક રીતે દબાવવામાં આવશે.