રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આજે બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાનુ અંતિમ પેપર છે અને આ અંતિમ પેપર સંસ્કૃતનું છે. મહત્વનું છે કે,ધોરણ 10ના તમામ પેપરો સરેરાશ સરળ રહ્યા છે.
તેમજ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોરીના ઓછા બનાવો બન્યા છે. જો કે અમદાવાદમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. જ્યારે રાજ્યમાં કુલ 7 ડમી કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ મે મહિનામાં ધોરણ 10નુ પરિણામ જાહેર થશે.