સુરત શહેરમાં લોકડાઉન દરમિયાન કોઈ વ્યક્તિ ભોજનથી વંચીત ન રહે તે માટે કોંગ્રેસ પણ આ કામમાં જોડાઇ ગઇ છે. કોંગ્રેસ દ્વારા સુરતનાં કેટલાાક વોર્ડમાં રસોડા શરૂ કરવામાં આવ્યા છે. આ રસોડામાં ખીચડી, પુલાવ અને દાળ-ભાત શાક, તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકો સૂધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. રાશન કીટ આપવાના બદલે ગરમ-ગરમ ભોજન તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકડાઈનના સમયે ભૂખ્યાને ભોજન આપવા માટે કોંગ્રેસના રસોડા શરૂ થઇ ગયા છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા જરૂરિયાતમંદો માટે વધુ રસોડા શરૂ કરાશે. હાલમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા રસોડા શરૂ કરવામાં આવ્યા છે. જેમા ચોખા, દાળ અને તેલના ડબ્બાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. વોર્ડના કોંગ્રેસના કાર્યકરો તૈયાર ભોજન જરૂરિયાતમંદો સૂધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો પોતાના વોર્ડમાં સ્વખર્ચે પણ મદદ કરી રહ્યાં છે.