નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ આ મામલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, “નીતિન પટેલનાં નામે ચાલી રહેલી ચર્ચાઓ ખોટી છે. નીતિન પટેલ લોકસભાની ચૂંટણી લડવાનાં નથી.”
મહત્વનું છે કે મહેસાણાની બેઠક પરથી ડે.સીએમ નીતિન પટેલની લોકસભાની ચૂંટણી લડવા અંગે છેલ્લાં કેટલાંક દિવસોથી અટકળો ચાલી રહી હતી. ત્યારે એવામાં આખરે સીએમ વિજયભાઇ રૂપાણીએ આ અટકળનો અંત લાવી દીધો છે. તેમજ નીતિન પટેલ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ ચૂંટણી નથી લડવાનાં.