લોકરક્ષક દળના પેપરલીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરને ATSએ ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, વીરેન્દ્ર માથુર માત્ર LRD પેપરલીક કૌભાંડમાં જ નહીં પરંતુ અન્ય રાજયોના પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. તે પેપરલીક કરવા માટે 1 કરોડ લેતો હતો અને તેણે 2 દિવસ પહેલા જ 2 લોકોને આ પેપર સોલ્વ કરવા આપ્યું હતું.
ત્રણ માસ પહેલા શિવાનંદ ઝાએ આ મામલે માહિતી આપી હતી કે, વિરેન્દ્ર માથુર એક દાયકાથી પેપર લીક કાંડમાં જોડાયેલો છે. તેણે ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી ઉમેદવારો સુધી લીંક ગોઠવી ઉમેદવારોને દિલ્હી લઇ જઇ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.
આ મામલે પોલિસે અત્યાર સુધીમાં વિનય અરોરા, મહાદેવ દત્તાત્રેય અને વિનોદ રાઠોડની ધરપકડ કરી હતી. પરંતુ મુખ્ય સુત્રધાર વિનોદ છિકારા અને વિરેન્દ્ર માથુર પોલીસ ઝડપી શકી નહોતી. હવે આજે વિરેન્દ્ર માથુરની ધરપકડ થતાં આ મામલે વધુ રહસ્યો સામે આવશે.