રાજ્યની એજ્યુકેશનની સ્થિતિ અંગે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસે કહ્યુ હતુ કે રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને તાળા માર્યા છે. કોઠારી પંચે સૌને શિક્ષણની ભલામણ કરી છે. નવી શિક્ષણ નીતિમા રાઈટ ટુ એજ્યુકેશનની માત્ર વાતો થઇ રહી હોવાનો કોંગ્રેસે આરોપ મુક્યો છે. ધોરણ 10 પછી ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. સરકાર વર્ચ્યુલ કલાસની વાતો કરે છે. જ્યારે એક્ચ્યુઅલ કલાસ જ બરોબર ચાલતા નથી. તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ.
