Mansukhbhai Vasava – ભગવાસ્થળી કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે.
દરેકને તમારી યોજના જણાવશો નહીં, એવું સરમુખત્યારી રાજકારણમાં લેખેલો નિયમ છે. મોદી કે ભાજપ કે શાહ વિરોધીઓને યોજનાઓ વિશે ખબર ન પડે તેની તો કાળજી રાખે છે. પોતાના વિશ્વાસપાત્ર પાત્રો સાથે યોજના જણાવતાં નથી. એક કાર્યક્ષમ નેતા તે છે જે તેની યોજના શરૂ કરતા પહેલા તેના જૂથના લોકો અથવા તેના સાથીદારો પાસેથી સૂચનો લે છે. આવું મોદી અને શાહના પ્રકરણમાં જોવા મળતું નથી. તેથી ભરૂચમાં દાવાનાળ છે. ભરૂચ ભાજપની ચંડાળ ચોકડી, પક્ષ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, ગૃહ પ્રધાન અને ગુજરાતનો વણલખેલો હવાલો સંભાળતા અમિત શાહ અને મોદી સામે વસાવાએ સીધી અને આડકતરી લડાઈ શરૂ કરી છે. આ લડાઈ 10 વર્ષથી ચાતલી આવી છે. જેમાં સત્યવક્તા મનસુખ વસાવા આજ સુધી વિજય મેળવતાં આવ્યા છે. હવે 2024માં સત્યનો વિજય થાય છે કે પછી અસત્યનો તે ચૂંટણી કહેશે.
મનસુખ વસાવા એક સાચા શૂરવીર અને નીતિમંત યોદ્ધા છે. રાજનીતિના દાવપેચ તેઓ જામતા નથી. સીધી વાત કરે છે. એકબીજાથી જુદા પડી રહે એવી રાજનીતિની ચાલ અપનાવતા ભાજપના નેતાઓને મનસુખ વસાવા પસંદ નથી. યુદ્ધનીતિમાં કયા સ્થળ પર કોણે અને કયા શસ્ત્રથી કેવી રીતે લડવું એનું જ્ઞાન એટલે નીતિકલા છે. પણ ભાજપના સાચા ફકીર મનસુખ વસાવા એ નીતિકલા જાણતા નથી.
ભયથી નહિ પણ પ્રેમથી નીતિ અને શીલ જાળવો એવું શુધ્ધ રાજનીતિ કરનારા માને છે. કૂટનીતિના પરિણામે પડેલી ફાટકૂટ, ભાગલા, દુર્ગાદાસને થયેલો છેતરામણીનો અનુભવ ભાજપમાં દરેક કાર્યકરો, નેતા, નેતી, હોદ્દાદારો, સરકાર કરી રહી છે તેમ મનસુખ વસાવા પણ એનુભવે છે.
સતની ધજા ફરકાવતા મનસુખ વસાવા છે. રાજનીતિમાં કોઈ કોઈનું નથી, સ્વાર્થ જ સર્વસ્વ છે. સિંહાસનની શાન અને આનને ટકાવવા સ્વજનોનાં માથાં વઢાય છે, એ વાત ભાજપમાં કેશુભાઈ, શંકરસિંહ, સુરેશ મહેતા, કાશીરામ રામા, એ કે પટેલ સારી રીતે અનુભવી ચૂક્યા છે. હવે એ પેઢીના મનસુખ વસાવાનો વારો છે. માણસની માણસાઈનો પણ કંઈક ખ્યાલ કરવો જોઈએ. આત્માના ડંખથી ડરવું જોઈએ. એવું મનસુખ વસાવા માને છે પણ ભાજપના દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ અને સુરતના ભાજપના નેતાઓ માનતા નથી.
રાજનીતિ અને ધર્મનીતિનું સ્વરૂપ આજે ભાજપમાં ક્યાંય નથી. ભાજપના નેતાઓ કુશળ રાજનીતિજ્ઞ અને કૂટનીતિજ્ઞ કોઈ નથઈ. પણ સામ્રાજ્યવાદના વિસ્તારમાં પોતાની શક્તિઓનું સંગઠન સારી રીતે કરી શકે છે.
પાટીલ સાથે મુલાકાત
મનસુખ વસાવા માને છે કે, વિરોધી પક્ષમાંથી કોઈને લાવો તો તેમની પરામર્શ થવો જોઈએ. કારણ કે કાર્યકરો વધારે નારાજ છે. કોંગ્રેસના હરેશ વસાવા આવે કે આમ આદમી પક્ષના ચૈતર વસાવા આવે. આવનારાની તેમની વિચારધારામાં ફરક પડવાનો નથી. ચૈતર વસાવાને સી.આર.પાટીલ પાસે ઘનશ્યામ પટેલ અને પ્રકાશ દેસાઈ લઈ ગયા હતા. તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હરેશ વસાવાને પણ દર્શનાબેન અને ઘનશ્યામ અલગ અલગ રીતે લઈ ગયાં હતી.
પાટીલની ઈચ્છા
ભાજપના પ્રમુખ અને મુખ્ય પ્રધાન ચૈતર વસાવાને પક્ષાંતર કરી લેવા માટે વારંવાર કહ્યું હતું. ચૈતર વસાવા ઇચ્છે તોપણ ભાજપમાં આવી શકે એમ નથી. તેને ભાજપમાં આવવાની ઈચ્છા હતી. ચૈતર વસાવા ભાજપમાં જોડાવાની ના કહે છે, તેમ છતાં સી.આર. પાટીલને મળે છે. પ્રકાશ દેસાઈ, મારુતિ અટોદરિયા, ઘનશ્યામ પટેલ સહિતની ટીમ ચૈતર વસાવાને લઈને સુરત ખાતે સી.આર.પાટીલની સાથે મુલાકાત માટે લઈ ગયા હતા. પાટીલએ વખતે પણ સ્પષ્ટ કહ્યું હતું કે મનસુખ વસાવા સહિત તમામ લોકો સાથે પરામર્શ કરો.
પ્રકાશ દેસાઈ અને રિતેશ વસાવા અને ચૈતર વસાવા એક સમયે બીટીપી સાથે હતા.
મનમાની અને પક્ષાંતર
ચૈતર વસાવા તો પોતાની મનમાની કરવી, અધિકારીઓ સાથે ઉદ્ધતાઈથી વર્તવું, ઇચ્છા મુજબ અધિકારીઓને ધમકાવવું. પાર્ટીની આ ફોર્મ્યુલા નથી. પાર્ટીનાં ચોક્કસ મૂલ્ય છે. મહેશ વસાવા ધારાસભ્ય હતા ત્યારે તેમણે અલગતાવાદી વિચારધારાવાળી વાતો, જેવી કે હિંદુ દેવી-દેવતાની ટીકા કરી, આદિવાસી હિંદુ નથી, અલગ આદિવાસી રાજ્યની વાત કરે વગેરે જેવા મુદ્દા આપતા હતા. આ વિચારધારા ન ચાલે.
ચૈતર વસાવા માટે 2024ની લોકસભા વિપક્ષી દળોના ગઠબંધનમાં રહીને દાવેદારી કરી છે.
ભાજપના નેતાઓ માને છે કે, પ્રદેશ પ્રમુખ પાટીલ ચૌતર વસાવાને પક્ષમાં પક્ષાંતર કરાવીને જોડવા માગે છે.
આદિવાસીઓના હક્કની લડાઈ
વસાવાએ સપ્ટેમ્બર 2023માં જાહેર કર્યું હતું કે, ભાજપમાં આદિવાસીઓના હક્કની વાત સાંભળવામાં આવતી નથી. ખનિજ, રેતી, જંગલ ચોરી કરવામાં આવી રહી છે. વ્હાલાદવલાની નીતિને કારણે નવા આવેલા ધારાસભ્યો વરિષ્ઠ નેતાઓનું માન જાળવતા નથી. નવા લોકો પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેની જાણ પક્ષમાં કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી.
એક સમયે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ બેઠક ત્યાગ કર્યો હતો.
સાચાબોલા નેતા
સાચાબોલાની છાપ ધરાવતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હતા. ભાજપની સંસદીય બોર્ડની બેઠકનો બહિષ્કાર કરતો તે ઘટના કદાચ પહેલી બની હતી. સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશના નેતાઓને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનું તેઓ માનતાં હતા. આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે પત્રકારો સમક્ષ ઠાલવ્યો હતો.
વિરોધીઓને પડકાર
મનસુખ વસાવા તેના વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડી રહ્યાં છે. નવા નિશાળિયાઓ હોદ્દાઓ પરથી જ ખુલ્લા પાડે છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે. પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. ભાજપના જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક્ટજોઈએ છે. રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ.
ઈંટ નો જવાબ ઈંટ છે, છબી ખરડાવાની કોશિશ કરી તો નહીં ચલાવી લઉ.
અમે ઘર્ષણ જોયો છે. તે આજના હોદ્દેદારોને નહીં સમજાય. તે લોકોને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને મારાં વિશે ગેરમાર્ગે દોરવાનું કામ જ આવડે છે.
મોટા નેતાઓ રેતી માફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલા છે. આ નેતાઓ સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટા કામ કરવા મને બદનામ કરી રહ્યા છે. તેમના સામે મને રોષ છે. મેં લોકો માટે કામ કર્યું છે અને કરતો રહીશ. પણ ખોટું નહીં ચલાવી લઉ.

ભ્રષ્ટાચારના આરોપ
મનસુખ વસાવાએ પત્ર લખ્યો હતો કે ચૈતર વસાવા, મોતી વસાવા, દર્શનાબેન સહિતના લોકો અધિકારી અને એજન્સી પાસેથી હપતા ઊઘરાવે છે. જાહેરમાં ડિબેટ રાખવા ચેલેન્જ કરી હતી, પરંતુ મનસુખ વસાવા એ ડિબેટમાં આવ્યા નહોતા.
સત્ય દેખાય તે બોલે
વાસાવા પક્ષ નહીં પણ પોતાને જે સત્ય દેખાય તે કર્યું છે. અગાઉ વારંવાર કર્યું છે. હજું પણ કરતાં રહેવાના છે. ગઈ ચૂંટણીમાં તેઓ નિવૃત્તી લેવાના હતા. પણ પક્ષે તેમને સમજાવીને ટિકિટ આપી હતી.
સત્યાગ્રહ છાવણી
2020માં ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલતું હતું ત્યારે આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. ત્યારે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.
પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઇન આદિવાસીઓનો અધિકાર ભોગવે છે. હું બીજા આદિવાસી નેતાઓને પણ કહું છું કે, તમારામાં તાકાત હોય તો આદિવાસીઓને સમર્થન કરો, નહીં તો આદિવાસી નેતા બનાવાનું બંધ કરી દો. તમે આદિવાસીઓને કારણે જ છો. સત્તાની પરવા કર્યાં વિના આદિવાસીઓના હિત કામ કરો. આદિવાસીઓ ચૂપ નહીં રહેવુ જોઇએ.
ધમકી
ભરૂચના સાસંદ અને મુળ નર્મદા રાજપીપળાના રહેવાસી મનસુખ વસાવા છેલ્લા એક વર્ષથી આદિવાસીઓને તેમને હક અપવવા માટે ચળવળ ચલાવી રહ્યાં હતા. તે વાત કેટલાક બની બેઠેલા આદિવાસી આગેવાનોને પસંદ પડી નથી. જેથી મનસુખ વસાવાના લેન્ડ લાઇન નંબર ઉપર ફોન કરી તમારા મૃત્યુના દિવસો નજીક આવી ગયા છે, તેવા ધમકી ભર્યા ફોન કરતાં હતા. છતાં તેઓ ડર્યા ન હતા. ભરૂચ જીલ્લાના પોલીસ વડાને લેખિતમાં ફરીયાદ કરી હતી.
વસાવા સામે ભાજપનું મોટું જૂથ કામ કરી રહ્યું છે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube