Ahmedabad: વટવા GIDC ફેક્ટરીમાં ભીષણ આગ: સોલવન્ટથી આગ ભભૂકી, ફાયરની 16 ગાડીઓએ કાબૂ મેળવ્યો
- ફેક્ટરીમાં સોલવન્ટ નામના જલ્દી સળગે તેવા કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો
- ફાયર વિભાગની 16 ગાડીઓના પ્રયાસોથી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવાયો, અને જાનહાનિ ટાળી શકાઈ
અમદાવાદ, સોમવાર
Ahmedabad અમદાવાદના વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું સળગે તેવું કેમિકલ રાખવામાં આવ્યું હતું, જે આગ વધુ ફેલાવાનું મુખ્ય કારણ બન્યું. આ ભયાનક આગના કારણે ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા, જેને પગલે આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો.
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં 16 ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ટીમ દ્વારા તાત્કાલિક આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા. ભારે ઝંઝટસભર પરિસ્થિતિમાં પણ ફાયર બ્રિગેડના જવાનો મહેનત કરી આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા.
સૌથી મહત્વની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જો કે, ફેક્ટરીમાં રાખવામાં આવેલ સોલવન્ટ અને અન્ય સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેનાથી ફેક્ટરીને ભારે નુકસાન થયું હોવાની શક્યતા છે. આગથી ફેક્ટરીમાં રહેલી મશીનરી અને માલસામાનને કેટલું નુકસાન થયું છે તે જાણવાં માટે હાલ તપાસ ચાલુ છે.
ફાયર વિભાગના સૂત્રો મુજબ, આગ બુઝાવ્યા પછી ઠંડક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી આગ ફરી ભભૂકી ના ઉઠે. આ ઘટનાએ આગ લગતી ભીષણ પરિસ્થિતિઓ માટે સુરક્ષા પગલાં એન્ટરપ્રાઇઝમાં જરુરત ઉભી કરી છે.
આ ઘટના ફરી એકવાર તાકીદ કરે છે કે, ફેક્ટરીઓમાં જરૂરી સુરક્ષા નીતિઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ, ખાસ કરીને જ્યાં દહનશીલ કેમિકલ્સ રાખવામાં આવે છે.