અમદાવાદઃ રાજ્યમાં ભરશિયાળામાં વાતાવરણમાં પલટો આવતા માવઠું થઇ રહ્યું છે. જેના કારણે સવારં ઠંડી, બપોરે ગરમી અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ રાજ્યમાં ઠંડી અંગેની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓસરતા જ રાજ્યમાં હવે માવઠાની કોઇ જ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.
આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શસાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે છેલ્લા થોડા દિવસ દરમિયાન શનિવારે ગુજરતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં હળવ આ થી પણ ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે દિવસ દરમિયાન મહેસાણાના ખેરાળુ, સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વડનગર-વડાલી-ખેડબ્રહ્મામાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે અને મોટાભાગના શહેરમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું હતું. શનિવારની રાત્રિએ 18.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 3 દિવસ બાદ તાપમાન ગગડીને 14 ડિગ્રી નોંધાઇ શકે છે.
અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીના ચમકારામાં વધારો થઇ શકે છે