આગામી તા.23, 24, 25માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.26-27માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.જૂન તા.29થી જુલાઈ તા.7 સુધીમાં રાજ્યના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા પણ રહે. તા.23 જૂને ગતિ બીજ વાદળોમાં ગરકાવ લેતી ઊગે તો સારું. આ દિવસે ગાજવીજ અને વરસાદ હોય તો સારું. અષાઢ સુદ પાંચમે સમીસાંજની વીજળી સારી. લાલ ભડાકા જેવી સારી નહીં.
