ગુજરાતમાં શિક્ષકોની હડતાળ બાદ આજથી ત્રણ દિવસ માટે વિવિધ શાળાઓમાં મોનિટરિંગ હાથ ધરાશે. આજથી ત્રણ દિવસ માટે જિલ્લાની શાળાઓમાં મોનિટરિંગ હાથ ધરાશે. જેથી તપાસ માટે સ્ટેટ મોનિટરિંગ ટીમની પણ રચના કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ શાળાના સભ્યો શાળામાં જશે અને શાળાનુ નિરીક્ષણ કરશે. એટલું જ નહીં શાળાની સ્થિતિ અને વર્ગખંડમાં જઈને સ્ટેટ મોનિટરિંગ ટીમ સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એવું પણ સામે આવ્યું હતુ કે સરકાર પ્રાથમિક શિક્ષણ માટે નિરસતા દાખવે છે.
પ્રાથમિક સરકારી શાળામાં ઓરડાની પણ ઘટ સામે આવી છે. હાલ રાજ્યની પ્રાતમિક શાળાઓમાં 16 હજાર 923 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં 8 હજાર 535 ઓરડાની ઘટ સામે આવી હતી. મહત્વની વાત તો એ પણ છે કે 30 જિલ્લામાં 7 હજાર 519 આંગણવાડીઓ પણ ભાડાના મકાનમા ચાલે છે.