) લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મોન્સૂન આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ઓનસેટ થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેસર સિસ્ટમને પગલે ઉત્તર-પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગત 10 જુનથી બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ ડેવલપ થઈ હતી. આ સિસ્ટમ હવે મુવ થતાં આગામી 24 કલાકમાં મોન્સૂન(Monsoon) ઓન સેટ થશે. લો-પ્રેશર સિસ્ટમ હાલ ઓરિસ્સા આવીને નબળી પડી છે. જો કે તેની અસર આગામી 24 કલાકમાં ઉત્તર-પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને ગુજરાત(Gujarat) સહિતના વિસ્તારોમાં શરૂ થશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયાથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હતી. ગયા અઠવાડિયે અરબ સાગરમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેને કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ હતી. હવે 24 કલાકમાં મોન્સૂનની એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી છે. લો-પ્રેશર સિસ્ટમ નબળી પડી હોવાથી હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
