મોરબીમાં કમોસમી વરસાદને પગલે એકનું મોત થયુ છે. મોરબીના ગીડજ ગામે ગણપત સમીયા નામનો વ્યક્તિ વાડીમાં મજૂરી કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડતા તેનું કરૂણ મોત નિપજ્યું છે. મોરબીમાં દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. વરસાદ સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
મોરબીમાં તો ભરબપોરે સાંજ જેવું વાતાવરણ સર્જાયુ હતું. હજુ તો બે દિવસ પહેલા તો ગરમીથી લોકો તોબા પોકારતા હતા ત્યાં અચાનક જ બપોરે ધોધમાર વરસાદી ઝાપટાએ મોરબી પંથકને પાણીથી તરબોળ કરી દીધુ હતુ. તોફાની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાએ ચૈત્રમાં ચોમાસામાં માહોલ બનાવી દીધો હતો. અહીં પણ અનેક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા