22 માર્ચનાં રવિવારનાં રોજ જનતા કરફ્યુનું પાલન કરવા માટે વડાપ3ધાન દ્વારા અપિલ કરવામાં આવી છે.. સ્વતંત્ર ભારતમાં કદાચ આવી સ્થિતિ પ્રથમ વાર સર્જાઇ છે. ભલે કેટલાંક લોકોને એવું લાગી રહ્યું હોય કે તેમની પર જનતા કરફ્યુ થોપવામાં આવ્યો છે પરંતુ હકીકત એ છે કે આ આપણી ભલાઇ માટે જ છે. ખુદ પીએમ મોદીએ કહ્યું કે, આ સમય ગભરાવવાનો નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે અને એક નાની કોશિશ ખૂબ મોટું સારું એવું પરિણામ ઉભું કરી શકે છે. ધીરે-ધીરે દિવસે ને દિવસે સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર વધતો જ જાય છેય. ત્યારે એવામાં ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 327 જેટલાં લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે અને 4નાં મોત થયાં છે. એવામાં આ જનતા કરફ્યુથી ગભરાશો નહીં, પરંતુ સરકારનો સાથ આપો, જેથી કોરોના વાયરસને હરાવી શકાય.
સૌ પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે જનતા કરફ્યુ સરકારે જાણી જોઇને તેનો આગ્રહ નથી કર્યો. તે એટલાં માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી સોશિયલ ડિસ્ટેંસિંગ કરી શકાય. જેથી કોરોના વાયરસને ફેલતો રોકી શકાય. આજનાં દિવસે સૌ કોઇએ પોતાનાં ઘરમાં રહેવાનું છે. આ જનતા કરફ્યુ સવારનાં 7થી રાતનાં 9 વાગ્યા સુધી ચાલશે. જનતા કરફ્યુ આપણાં જ સારા માટે કરવામાં આવી રહેલ છે. નહીં તો આ તેજીથી ફેલાતા કોરોના વાયરસને રોકવો મુશ્કેલ થઇ જશે અને સમગ્ર ભારતમાં પણ ચીન અને ઇટલી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.