તા.૩-૪-૧૯ના રોડ નડિયાદની સંતઅન્ના ચોકડી પાસેથી ૪-વર્ષની દિકરીને અજામ્યો ઇસમ લઇ ફરાર થઇ ગયો હતો.જે અનુસંધાને ખેડા એલ.સી.બી દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદની સંતઅન્ના ચોકડી નીચે છાપરામાં સુઇ રહેલા પરિવારની ૪-વર્ષની દિકરીને તા.૩-૪-૧૯ના રોજ અજાણ્યા ઇસમ ઉપાડી ગયો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ હતી.નડિયાદ એલ.સી.બી દ્વારા વિવિધ ટીમો બનાવી શોધખોળ આરંભી હતી.નડિયાદની દિકરીની ભાળ તારાપુર પાસેથી મળી આવી હતી.
જેથી પોલીસ ટીમ દ્વારા તારાપુર સુધીના તમામ સી. સી. ટ ી . વી કેમેરાના ફુટેજ તપાસ્યા હતા.જેમાં સાઇકલ પર બેસાડીને લઇ જતો એક ઇસમ દેખાયો હતો.જ્યારે આણંદ જિલ્લાના બોરસદમાં બનેલ ઘટનામાં અપહરણના સી. સી. ટી. વી ફુટેજમાં આજ ઇસમ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ.
જેથી પોલીસ ટીમ દ્વારા આ અંગે ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લામાં શોધખોળ આરંભી હતી.ખેડા એલ. સી. બીની ટીમ લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે આ અપહરણ કર્તા ઓઢવથી કઠલાલ સાયકલ લઇને ફરતો હોવાની માહિતી મળી હતી.
જેને લઇ પોલીસ ટીમ દ્વારા બાતમી આધારિત સ્થળે વોચ ગોઠવી હતી.અને બાતમી આધારિત ઇસમ પસાર થતા તેને પૂછપરછ માટે નડિયાદ લઇ આવવામાં આવ્યો હતો.અને પૂછપરછ કરતા તેણે તેનુ નામ સરેશભાઇ કાનજીભાઇ ઠાકોર રહે, જલ્લાગામ તા.ખંભાત જી. આણંદ હોવાનુ જણાવ્યુ હતુ.
પોલીસ ટીમ દ્વારા નડિયાદ અને બોસરદના ગુના વિષે પૂછપરછ કરતા તેણે ગુના કબુલ્યા હતા અને જણાવ્યુ હતુ કે ઝગડાની અદાવતના કારણે બન્ને ગુનામાં કિશોરીને ઉપાડી જઇ થોડે દુર સુધી લઇ જઇ મુકી દેતો હતો.બીજો કોઇ ઉદેશ ન હોવાનુ જણાવ્યુ હતુ.