ગુજરાતના સિંહો માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચિંતિત છે. આ કારણે ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. કેન્દ્ર સરકાર સિંહોના સંવર્ધન માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની સહાય કરશે. કેન્દ્ર સરકાર ગુરુવારે 8 ફેબ્રુઆરીએ આ વિશે જાહેરાત કરશે. અત્યાર સુધી એકપણ સરકારે ગુજરાતના સિંહો માટે આવી જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગુજરાતમાં સિંહોના અકાળે મોતનો મામલો ચર્ચામાં રહ્યો હતો.
આ પહેલાની સરકારો 4 કે 5 કરોડ રુપિયા જ ફાળવતી હતી જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સિંહ માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની ફાળવણી કરશે. 100 કરોડ રુપિયાફેન્સિંગ માટે, કુવા ઢાંકવા માટે, એનિમલ હોસ્પિટલને આધુનિક બનાવવા માટે વાપરવામાં આવશે. આ સિવાય પેટ્રોલિંગ વધારવા, વેટરનિટી ડોક્ટરોને પણ લાવવા આ નાણાંનો ઉપયોગ થઈ શકે છે. પર્યાવરણ પ્રેમીઓના મતે સિંહના અભ્યાયરણનો વિસ્તાર પણ વધારવો જોઈએ. હાલ સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં 523 સિંહોછે. જ્યારે બિન સત્તાવાર આંકડો 900નો કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકારે ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના 8 રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર કામગીરી માટે રૂ. 85 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત 32 રેપિડ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાશે. ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્ય પશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે.