ગુજરાતમાં વાયુ ટકરાય એ પહેલા જ ગઈ કાલે વિદળી સથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વિજળી અને ઝાડ પડતા કુલ છ લોકોના મોત નિપજ્યા છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ત્રણ ગામમાં વીજળી પડતાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ગંગાપુર, પાંચઉમર અને નવાગામમાં વીજળી પડી હતી. ઘાયલોને ડેડીયાપાડા આરોગ્યકેન્દ્ર અને રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
2) ડાંગના સુબિર તાલુકામાં વીજળી પડતા એકનું મોત થયું છે. શીંગાણા પંચાયતના જામનયામાલમાં વીજળી પડતા 50 વર્ષીય ઈસમનું મોત થયું છે. મગનભાઈ વાઘમારે વીજળી પડી ત્યારે તેમના ખેતરમાં ઝાડ નીચે ઉભા હતા. વીજળી પહેલા ઝાડ અને પછી તેમના પર પડતાં મોત થયું.
3) વ્યારાના ખુશાલપુરા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા વૃદ્ધાનું મોત થયું છે. મૃતદેહને પીએમ માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકનું નામ નુંરીબેન વેચયાભાઈ ગામીત હોવાનું બહાર આવ્યું છે.
4) વલસાડ જિલ્લાના મોટી તંબાડી ગામે વીજળીના કડાકા અને ભડાકા મંગળવારે વરસાદ વરસ્યો હતો. મોટી તંબાડી ગામમાં દંપતી ઘરની પાછળ લાકડા ભરી રહ્યા હતા તે વખતે વીજળી પડતા પત્ની પ્રેમિલા વારલીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે.