રાજ્યભરના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાંચ દિવસ ગરમીનો પારો ઘટશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 9 અને 10 મેના દિવસે કચ્છ-રાજકોટમાં વરસાદી ઝાપટાની પણ આગાહી કરવામાં આવી છે.
10 તારીખે બનાસકાંઠા, રાજકોટ પોરબંદર અને કચ્છ અમરેલીમાં વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદની ભીતિ સેવાઈ રહી છે. તો સાયકલોનીક સર્ક્યુલેશનની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. જેથી તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.