કોરોનાએ દુનિયાભરમાં તબાહી મચાવી છે ત્યારે ગુજરાતમાં કોરોનાના બે પોઝેટીવ કેસ નોંધાયા છે. કોરોનાના ડર વચ્ચે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે વિધાનસભામાં જણાવ્યુ હતુ કે, કોરોનાના લક્ષણો અથવા શંકાસ્પદ દર્દીઓને રંગીન કલરના રબ્બરના કડા આપવામાં આવશે. આ મામલે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આરોગ્ય વિભાગને સૂચના આપી છે. કડા પહેરાવવાથી દર્દીઓની ઓળખ સરળ બનશે. ત્યારે દર્દીઓ જાહેરમાં ફરે નહી તે માટે કડા પહેરાવાશે.
