શહેર સંગઠન પર પાટીલની પકડ નથી કે તેનું કોઈ સાંભળતું નથી ? એકપણ આગેવાનો એ કોવિડ સેન્ટર ઉભા કરવામાં રસ દાખવ્યો નથી કે સિવિલમાં મુલાકાતે પહોંચ્યા નથી. કોરોના થયો અને વાહવાહી લૂંટવા માટે પાટીલે સુરતમાં 5000 રેમડેસીવીર ઇન્જેક્શનની વહેચણી ચાલુ કરી હતી અને સુરતના ધારાસભ્યો સાથે રહી તેમને સૂચના આપીને કેટલાક કોવિડ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે, જેમાં અનેક લોકોને સારવાર પણ મળી રહી હશે. પણ આજે સુરત કરતા અમદાવાદની સ્થિતિ બદત્તર છે, તો પણ ભાજપનો એક ધારાસભ્ય કે આગેવાન આગળ આવ્યા નથી અને સી આર પાટીલની સુચનાને જાણે કે ઘોળીને પી ગયા છે. સી આર પાટીલે વીસી કરી હતી, જેમાં રાજ્યના તમામ આગેવાનોને જોડવામાં આવ્યા હતા પણ આ કપરા સમયમાં અમદાવાદમાં કોઈ નેતા આગળ જ ન આવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત, બરોડા, રાજકોટ સહિતના સેન્ટરમાં બીજેપીના આગેવાનો હોદ્દેદારો અને ધારાસભ્ય સાંસદ દ્વારા કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા તો સાથે જ અન્ય કેટલીક મદદરૂપ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે, તો પણ એકપણ આગેવાન સામે આવતો ન હોઈ એવી સ્થિતિ છે કે પછી પાટીલનું અમદાવાદના આગેવાનો હોદ્દેદારો કે જન પ્રતિનીતિ સાંભળતા નથી કે તેનો કાબુ નથી.
સૌથી વિકરાળ પરિસ્થિતિ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બેદરકારીના સમાચાર દરરોજ સામે આવે છે, તો પણ આજ સુધી બીજેપીનો એકપણ આગેવાન સ્થિતિ જોવા ફરકયો નથી, કે દર્દીને જલદી સારવાર ચાલુ થઈ જાય તેના માટે પ્રયાસ કર્યો નથી. 24 કલાક 1200 બેડ હોસ્પિટલ બહાર લાઈનો જોવા મળી રહે છે, તો પણ તેને કાબુ કરવા માટે પ્રયાસ થયો નથી. હદ તો ત્યારે થાય છે સિવિલ સત્તાધિશો સાથે કોંગ્રેસના આગેવાનો એ બેઠક કરી હતી, પણ ભાજપના એક પણ આગેવાન સિવિલમાં ફરક્યા નથી. બાબત એ પણ છે કે અમદાવાદના એક બીજેપીના એક પણ જનપ્રતિનિધિ એ જેમ અન્ય શહેરોમાં કોવિડ સેન્ટર ઉભા કર્યા એવા એકપણ સેન્ટર અમદાવાદમાં ચાલુ કરવામાં નથી આવ્યા કે શહેર સંગઠન દ્વારા એવી પણ કોઈ વ્યવસ્થા ઉભી નથી કરી કે કોર્નટાઇન રહેલા પરિવારને 2 ટંક નો રોટલો મળી રહે. થોડા સમય અગાઉ જ વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ નેતાઓ મત માંગવા ફરી રહ્યા હતા, પણ હવે નજરે પડતા નથી.. આવા સંજોગોમાં અમદાવાદની જનતા પરેશાન થઈ રહી છે, ચૂંટણી જીતવાની હતી એ સમયે કોરોના ગાઈડ લઈને પાટીલથી લઈને ઉમેદવાર સુધીના લોકો ઘોળીને પી ગયા પરંતુ હવે કોઈ આગળ આવતું નથી.