ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી કામ કરતાં પટ્ટાવાળાઓને બઢતી આપવાનું મોટાભાગે ટાળવામાં આવતુ હોય છે અને કેટલીક સ્કૂલમાં તો પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી નિવૃત્ત પણ થઈ જતા હોય છે.
પરંતુ હવે આ પટ્ટાવાળાઓને પણ જુનિયર ક્લાર્કની બઢતી આપવાની રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણા ધિકારીઓને એક પરિપત્ર કરવામાં આવ્યો છે. દરેક સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ બજાવતા કર્મીઓની વિગતો મંગાવવામાં આવી છે.