કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. અહીં પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેચ્યુ જોતા હતા ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઉંચા સ્ટેચ્યુને નિહાળી શકશે. આકાશી વ્યુ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકાશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે.
હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીના ટ્કિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં કુલ 10 મીટરની હવાઈ મુસાફરી રહેશે. આ હવાઈ મુસાફરી રહેશે, આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશ્