અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના કારણે રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા 144 કલમ લાગુ કરવામાં આવી. જેથી લોકો પણ બહાર નિકળવાનું ટાળતા જોવા મળ્યા.અમરેલી જિલ્લાના દરિયા કિનારે હાઇ એલર્ટ જારી કરાયુ છે. જાફરાબાદના દરિયા કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. દરિયા કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં 225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.હવે આ વાવાઝોડુ ર૧૦ કિલોમીટર સુધીની અતિઘાતક સ્પીડે ત્રાટકી શકે છે. રાતે આઠથી ૧૧ વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે. કેટલાંક વિસ્તારમાં બસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો છે. આ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર ર૬૦ કિમી દૂર છે. જ્યારે દીવથી માત્ર રર૦ કિમિ દૂર આ વાવાઝોડુ રહ્યુ છે.આ વાવાઝોડુ ૧પ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ 15 જિલ્લામાં ૧૭પથી ર૧૦ કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.
