- ગંભીર અહેવાલ બાદ ગુજરાતના આર્થિક મોડેલ અંગે દેશમાં શંકા
Gujarat: નોટબંધી, GST, ચીન, આર્થિક નીતિ, મોટા ઉદ્યોગો મહત્વ, સરકારી સહાય ન મળતાં અને લોકડાઉનને કારણે ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા સાત વર્ષમાં 37 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા અને તેમાં કામ કરતા 1 કરોડ 34 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે.
અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ના વાર્ષિક સર્વેમાં આ વિગતો બહાર આવી છે.
તેના પરથી એ અંદાજ મૂકી શકાય છે કે, દેશના નુકસાન સામે ગુજરાતના ઉદ્યોગોને 10 ટકા નુકસાન ગણવામાં આવે તો પણ 3 લાખ 70 હજાર ઉદ્યોગો અને 13થી 15 લાખ લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. વડાપ્રધાને એક નહીં પણ ત્રણ ભૂલો કરી હતી. જે પ્રજાએ ભોગવવી પડી છે.
અલગ અગલ સંસ્થાઓના દાવાઓનો અભ્યાસ કરતાં છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોની મંદી અને બંધ થવાના કારણે 1 કરોડ લોકો બેકાર બની ગયા છે. કાપડ, પ્લાસ્ટિક, હીરા, સ્ટેલનેસ સ્ટીલ ઉદ્યોગમાં ભારે મંદી છે. નાના, મધ્ય અને મોટા ઉદ્યોમાં મંદી અને બંધ થવાના કારણે ઓછામાં ઓછા 1 કરોડ લોકોને અસર થઈ છે. જેમા 30 ટકા લોકો ગુજરાત બહારના છે.
નાના ઉદ્યોગોની સામે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિ અને ધંધો બે ગણો થઈ ગયો છે. આમ મોદીના નિર્ણયોએ મૂડીવાદ વધારે મજબૂત કરીને નાના ઉદ્યોગો અને વેપારીઓને પતન તરફ લઈ ગયા છે. બેંકોના અબજો રૂપિયા ડુબાડનારા વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓને સેઇફ પેસેજ આપીને ભગાડી દેવાય છે
એકલા ઉત્પાદન કરતાં કારખાનાઓમાં 18 લાખ બંધ થઈ ગયા, જેના કારણે 54 લાખ લોકો બેરોજગાર થઈ ગયા.
ભારતમાં, જુલાઈ 2015 થી જૂન 2016 અને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઉત્પાદન ક્ષેત્રના 18 લાખ કારખાના બંધ થયા છે. તેમાં કામ કરતા 54 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.
‘અસંગઠિત સેક્ટર એન્ટરપ્રાઇઝિસના વાર્ષિક સર્વેમાં આ વિગતો બહાર આવી છે.
2022-2023માં ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 1 કરોડ 78 લાખ કારખાના ચાલતા હતા. જે 2015-16માં 1 કરોડ 97 લાખ હતા. 9.3 ટકા ઓછા થયા હતા. તેમાં કામ કરતા લોકોની સંખ્યામાં 15 ટકા ઘટી હતી.
નીતિ નિર્ણયના કારણે ખરાબ રીતે ઉદ્યોગો પ્રભાવિત થયા છે.
મોટાભાગના લોકોને પોતાનો ધંધો હોય છે અથવા પરિવારના સભ્યો તેમાં કામ કરે છે. ઉત્પાદન ક્ષેત્રમાં લગભગ 54 લાખ નોકરીઓ જતી રહી છે.
મોદી આવતા 2016 પછી, સતત નીતિગત આંચકાના કારણે, નાના એકમોમાં અને બિન-કૃષિ રોજગારની સ્થિતિમાં ઘટાડો થયો છે.
સામાન્ય રીતે આવી સંસ્થાઓમાં બહારના લોકોની નિમણૂક થતી નથી.
ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન વેપાર ક્ષેત્રે અસંગઠિત સંસ્થાઓની સંખ્યા 2 ટકા ઘટીને 2.25 કરોડ થઈ છે, જે જુલાઈ 2015 થી જૂન 2016 દરમિયાન 2.305 કરોડ હતી. કામ કરનારા વધ્યા છે.
2018માં ગુજરાતમાં 4 લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી 80% મંદીની ઝપેટમાં હતા. 50%ને તાળા લાગ્યા હતા. ત્યાર પછીની હાલ સૌથી વધુ બેરોજગારી છે.
બેકારી બેસુમાર
મોદી રાજના 10 વર્ષમાં શિક્ષિત બેરોજગારોમાં છ ટકાનો વધારો થયો છે.
ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024માં સ્પષ્ટ કહેવાયું છે કે, ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધી છે. માધ્યમિક કે તેથી વધુ શિક્ષણ ધરાવતા બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. બેરોજગારીમાં શિક્ષિત યુવાનોનો હિસ્સો 54.2 ટકા હતો, જે 2022માં વધીને 65.7 ટકા થયો હતો.
પોલીસ ફોજદાર અને લોકરક્ષક ભરતી માટે 12 નોકરી માટે 15 લાખ અરજી મે 2024માં આવી હતી. કોલેજમાંથી બહાર આવેલા નવા યુવાન હતા. પણ તેનાથી વધારે ખરાબ હાલત ખાનગી ક્ષેત્રમાં જે નોકરી છે તેમાં છટણી થઈ રહી છે તેની છે.
ભારતમાં કામ શોધી રહેલા કુલ બેરોજગારોમાં 83 ટકા યુવાનો છે. રોજગારીનો દર 2000 થી સતત વધી રહ્યો હતો, તે 2018 થી ઘટ્યો છે.
ભારતે આવી કેટલીક નોકરીની શોધ કરવી જોઈએ અને તેમાં રોકાણ કરવું જોઈએ.
શહેરી સ્થળાંતર વધે છે. ઓછા પગારની અસ્થાયી નોકરીમાં કામ કરવી પડે છે. યુવાનો પાસે કામ કરવાની આવડત નથી. 75% યુવાનો એટેચમેન્ટ સાથે ઈમેલ મોકલી શકતા નથી. 60% ફાઈલો કોપી અને પેસ્ટ કરવામાં અસમર્થ છે. 90% સ્પ્રેડશીટમાં ગણિતના સૂત્રો મૂકી શકતા નથી. યુવા બેકાર અને 45 વર્ષથી ઉપરના કર્મચારીઓમાં વધારો થયો છે.
ગુજરાત
ગુજરાતમાં કુલ આશરે પાંચ લાખ એકમો છે જેમાં 70 હજાર એકમ જીઆઇડીસીમાં આવેલા છે. ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં 8500 પ્લોટ અને 500 શેડ ખાલી પડેલા છે. જ્યારે 2200 ઉદ્યોગો બંધ હાલતમાં છે. 36000 હેક્ટર જગ્યામાં 228 ઔધોગિક વસાહતો છે. 1 લાખ હેક્ટરમાં 500થી વધુ ખાનગી વસાહતો છે.
2024 ફેબ્રુઆરીમાં 2020થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ભારતમાં 3 કરોડ 70 લાખ નાની અને મધ્યમ કદની ફેક્ટરીઓમાંથી 35,680 ફેક્ટરીઓ બંધ થઈ છે. જેમાં 2022-23માં 13,290 એકમો બંધ થયા હતા. 2021-22 માં 6,222 બંધ થયા હતા. જેમાં ગુજરાતમાં 3,243 નાના એકમો બંધ થયા હતા. 34 હજાર ઉદ્યોગો બંધ થવાના કારણે 17 કરોડ નોકરીઓમાંથી 1 લાખ 20 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી.
કાપડ
2023માં સુરત અને અમદાવાદમાં વિશ્વમાં કાપડ ઉદ્યોગ સારો વ્યવસાય કરતો હતો તેમ છતાં દક્ષિણ ગુજરાતમાં 400 ટેક્સટાઇલ પ્રોસેસીંગ યુનિટમાંથી રૂ.5 કરોડનું 1 લાખ મીટર કાપડ બનાવતાં 20 મોટા યુનિટ બંધ થઈ ગયા હતા.
2023માં ગુજરાતમાં સુરત કાપડ ઉદ્યોગના ઉત્પાદનમાં 30-40% ઘટાડો થયો હતો.
ઉત્પાદન અને રોજગારીમાં 50 ટકાનો કાપ મૂક્યો હતો.
તમિલનાડુમાં તિરૂપુર પછી સુરત એ ભારતનું બીજું સૌથી મોટું રૂ.80 હજાર કરોડનું કાપડ ઉત્પાદન કેન્દ્ર છે.
20 લાખ બહારના રાજ્યના મજુરોને રોજગારી આપે છે.
4.5 કરોડ મીટર કાપડની સામે 2.5 કરોડ મીટર પ્રતિદિન થઈ ગઈ હતી.
સુરતમાં અંદાજિત 50 હજાર કાપડ ઉત્પાદન એકમો છે. ઉદ્યોગમાં એકંદર ઉત્પાદન લગભગ 30% ઘટ્યું છે.
ચીનના સસ્તા કાપડની આયાત વધી છે.
હીરા
2023 ઓક્ટોબરમાં બોટાદમાં 20 ટકા મંદીને કારણે 40 ટકાથી વધુ હીરાના કારખાના બંધ થઈ ગયા હતા. નવરાત્રીના તહેવાર પછી અનુસરશે, ઉદ્યોગના અંદાજ મુજબ.
બોટાદમાં 1,500 હીરાના કારખાનામાં 70 હજાર લોકો કામ કરતા હતા. 2 મહિનામાં 40 ટકાથી વધુ નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. સુરતમાં 6 લાખ ડાયમંડ પોલિશર્સ છે અને 5 હજાર નાની, મધ્યમ અને મોટી ફેક્ટરી છે. એક યુનિટમાં 10 લોકોને રોજગારી મળતી હોય છે. સુરતમાં પણ આવી જ હાલત હતી.
હીરાના કારખાનામાં કામ કરતા 60 લાખ લોકોમાંથી 50 ટકા બેકાર બની ગયા હતા.
સુરત વિશ્વના 85% હીરા બનાવે છે.
સુરત ડાયમંડ બોર્સનું ઉદઘાટન 17મી ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્યું હતું. ત્યારથી ભારે મંદી ચાલી રહી છે. 4,200 ઓફિસ રૂમ સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ તો બન્યું પણ મંદીએ કમર તોડી છે.
2023માં 5.1% વૃદ્ધિ થવાની ધારણા હતી, પણ ઉદ્યોગ પર આફત આવી હતી.
5 મહિનામાં 30થી વધુ હીરાના કારીગરોએ પોતાનો જીવ લીધો છે.
2 મહિનાથી હીરાના કારખાના બંધ રાખવા પડ્યા હતા.
હીરાની નિકાસ ત્રણ મહિનામાં રૂ. 77,500 કરોડથી ઘટીને રૂ. 60,222 કરોડ થઈ હતી.
ગુજરાતનું મુખ્ય હીરા બજાર અમેરિકા છે.
માનવસર્જિત હીરાનું બજાર 1 બિલિયન યુએસ ડોલર હતું, જે 2022માં વધીને 12 બિલિયન ડોલર થયું હતું, જેમાં 17%ના વાર્ષિક વૃદ્ધિ દર સાથે છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં વૃદ્ધિ દર 38% હતો.
2028માં $37.32 બિલિયન થશે.
નાના ઉદ્યોગો
2014માં ગુજરાતમાં લગભગ 3 લાખ નોંધાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગો હતા જેમાં લગભગ 95 ટકા નોંધણી થયા વગરના હતા. 9 ટકા નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ પડી ગયા હતા.
2021માં જીઆઈડીસીમાં આવેલા 1500 ઉદ્યોગો બંધ પડી ગયા હતા.
2024માં ઈન્ડસ્ટ્રીયલ ડાયરેક્ટરની વેબસાઈટ પ્રમાણે 48 હજાર નોંધાયેલી ફેક્ટરીઓમાંથી 38 હજાર ફેક્ટરી ચાલુ હતી અને 9800 ફેક્ટરીઓ બંધ પડી છે.
સ્ટેનલેસ સ્ટીલ
2024 જાન્યુઆરીમાં સસ્તી ચાઇનીઝ ભારે આયાતના ભારના કારણે ગુજરાતમાં લગભગ 30-35 ટકા મધ્યમ અને નાના ઉદ્યોગો ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે દુકાન બંધ કરી દીધી હતી. ભારતની 80 ટકા સ્ટેનલેશ સ્ટીલ ગુજરાતમાં નાના અને મધ્ય ઉદ્યોગોમાં બને છે.
અમદાવાદમાં 80 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓમાંથી 20 કંપનીએ તે બંધ કરી દીધી હતી. વાસણો બનાવતી 100થી વધુ રિ-રોલર્સ બંધ થઈ ગયા છે.
ચીન
હજારો ભારતીયોને રોજગાર આપતા સ્વદેશી ઉદ્યોગોના ખર્ચે સસ્તી ચીની આયાત માટે મોદીએ ભારતના દરવાજા ખુલ્લા રાખવાનું પસંદ કર્યું હતું.
ચાઇનીઝ સ્ટેનલેસ સ્ટીલ પર કાઉન્ટરવેલિંગ ડ્યુટી લાદવા વિનંતી કરી હતી. અમદાવાદમાં 80 માંથી 20 ઇન્ડક્શન ફર્નેસ કંપનીઓએ કામગીરી બંધ કરી દીધી છે. 100 થી વધુ રિ-રોલર્સ વાસણો બનાવે છે, તે સસ્તી આયાતને કારણે બંધ થઈ ગયા છે. 200 શ્રેણીના કાટ-પ્રતિરોધક સ્ટેનલેસ સ્ટીલમાં વાસણોમાં થાય છે. જે નાના અને મધ્યમ ઉદ્યોગો અમદાવાદમાં બનાવે છે. આમાંના મોટાભાગના એકમોએ કામગીરી બંધ કરી દીધી છે.
2023 માં સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ લગભગ 6 થી 7 ટકા વધ્યો હતો. તેમ છતાં આ હાલત છે. ચાઇના સબસિડી આપે છે, વધુ ઉત્પાદન છે. ભારતમાં 40 ટકા ચીનનો હિસ્સો છે. 70 ટકા આયાત વધી છે. ચીન ડમ્પિંગ કરે છે.
1800 કંપનીઓ બંધ
2020 એપ્રિલથી 29 નવેમ્બર, 2021 સુધી 1,938 કંપનીઓએ સમગ્ર ગુજરાતમાં શટર ડાઉન કર્યા છે. પ્રવાસન અને પર્યટન ક્ષેત્રની કંપનીઓ હતી. કોવીડના કારણે બંધ થઈ છતાં સરકારે કોઈ મદદ ન કરી.
20 કાગળ મિલ બંધ
2023 જૂન સુધીમાં ગુજરાતમાં 100 કાગળ મીલોમાંથી 20 મિલો 6 મહિનામાં બંધ હતી. મોરબી, અમદાવાદ, સુરત, વાપીમાં બંધ થઈ ગઈ છે. જેનાથી 26 હજાર લોકો બેકાર થઈ ગયા છે. મિલો 3 લાખ મેટ્રિક ટનની માંગ હતી. 50 ટકા ઉત્પાદન ઘટાડી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્રની નિકાસ વાર્ષિક 1.50 લાખ ટન હતી, જે ઘટીને 30,000 ટન થઈ ગઈ છે. નિકાસ સ્થળો ચીન, મધ્ય પૂર્વ વગેરે હતા.
એક એક પેપર મિલ 300 લોકોને સીધી રોજગાર અને 1,000 લોકોને આડકતરી રોજગારી પૂરી પાડે છે. એક મિલનું રોજનું ઉત્પાદન 150 ટન છે. પેપરને પેકેજિંગ મટિરિયલ્સ માટે વપરાય છે. વાપીમાં બે મહિનામાં ચાર મિલો બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં વાપી અને મોરબીમાં પેપર મિલો આવેલી છે. 100 પેપર મિલોમાંથી 20 વલસાડ જિલ્લામાં વાપી GIDCમાં હતી.
પ્લાસ્ટિક
પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ પછી 2 હજાર નાના ઉદ્યોગો બંધ થયા હતા. 50 હજાર લોકોને રોજગારી પર અસર થઈ હતી. મોટા ભાગના એકમો પંચમહાલ જિલ્લાના હાલોલ, વડોદરા અને વાઘોડિયાના છે.
દેશમાં 30 હજાર એકમો પ્લાસ્ટિક ઉત્પાદન કરે છે. જેમાં 90% નાના એકમો છે. જેમાંથી ગુજરાતમાં 10 હજાર એકમો છે. જેમાંથી લગભગ 80% નાના પાયાના ક્ષેત્રમાં છે જે લગભગ રૂ. 10 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. દેશમાં કુલ ટર્નઓવર 38,500 કરોડ રૂપિયા છે. જેમાં ભારે મંદી છે. 50 હજાર લોકોને સીધી રોજગારીની અસર થઈ રહી છે.