ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યસરકારે અનેક નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી છે અને ડોક્ટર્સ અને તબીબી સેવાઓ પણ વધારવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં જે રીતે કોરોના કેસ વધુ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તૈયારીઓ કરી છે તો બીજી તરફ રનિંગ કોરોના હોસ્પિટલ્સમાં કોવિડ બેડ વધારવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદના જુનિયર ડોક્ટર્સ હડતાળ પર ઉતરી જતા સરકારની ઊંઘ હરામ થઇ ગઈ છે.ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે હવે જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી છે. મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના હેઠળ માનદ વેતન ન મળતા તબીબોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સરકારે કોરોના ડ્યુટી વખતે તબીબોને 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની જાહેરાત બાદ પણ માનદ વેતન ન મળતા હવે ડોક્ટરો મેદાને પડ્યા છે. બી.જે. મેડિકલ કોલેજના એક હજાર જુનિયર ડોક્ટરો હડતાળમાં જોડાતા દર્દીઓની હાલાકી વધી શકે છે.તબીબોનું કહેવું છે કે તેઓ આ મુદ્દે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ સરકારે કોઇ જવાબ નથી આપ્યો. અમને અમારા સન્માનની જરૂર છે. આ લડત પૈસાની નહીં પણ સન્માનની છે. આ હડતાળ નથી. અમે કોવિડ કામગીરીથી અળગા રહીશું. જ્યારે કે નોન કોવિડ કામગીરી રાબેતા મુજબ ચાલતી રહેશે.
