સરદાર પટેલના મુદ્દે ગુજરાત વિધાનસભામાં આખો દિવસ ધાંધલ-ધમાલ મચી હતી. ગૃહની કાર્યવાહી બે વખત મુલતવી રખાઈ હતી. સાંજે 6 વાગ્યે મળ્યું એ સમયે પણ બંને પક્ષના નેતા અને ધારાસભ્ય વચ્ચે સામ સામે આક્ષેપબાજી થઈ હતી.
સરકારની વેબસાઈટ ઉપર જે લખાણ છે તેના પુરાવો લઈને ધાનાણી ગૃહમાં આવ્યા હતા તેમજ કહ્યું હતું કે મેં કશું ખોટું નથી બોલ્યો. હું જે કંઈ બોલ્યો છું તેનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. સરદારના નામે ભાજપ રાજકીય રમત રમી રહ્યું છે.
ધાનાણીએ માફી નહીં માગતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરેશ ધાનાણીને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી જેને માન્ય રાખીને ધાનાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઇને વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ઊભા થઈ ગયા અને આ સસ્પેન્શનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
ભારે નારાબાજીને પગલે ગૃહમાં સાંજે 6:00 પણ ફરી હોબાળો મચી ગયો હતો. આ ધાંધલ-ધમાલ પંદરથી વીસ મિનિટ સુધી ચાલ્યા બાદ કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધો હતો.