અમદાવાદ, 12 ઓગસ્ટ 2024
Gujarat: મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના ખેડૂત ઝવેરભાઈ મંગળભાઈ પટેલની ખેતીની નકલ કરવામાં આવે તો ચોખાના ઉત્પાદનમાં ચોખ્ખો વધારો કરી શકાય તેમ છે.
Gujarat: 68 વર્ષના ખેડૂત ઝવેરભાઈ પાસે 1-56-61 હેક્ટર આરે જમીન છે. જેમાં તેઓ ખેતી કરીને ચોખાનું ઉત્પાદન બીજા ખેડૂતો કરતાં સારું લે છે. 1 હેક્ટરે 6 હજાર કિલો ચોખા પાકતાં હતા તો તેમાં 8500 કિલો થવા લાગ્યા હતા. આમ લગભગ 40 ટકાનો વધારો 3 નવી પદ્ધતિથી થયો છે. જેમાં એક એસ.આઈ.આર. , ઈકડનો છોડ, લીલોપડવાસ, ગાળો રાખી – ખાલી પટ્ટો, ક્યારાયમાં પાણી વાળવા માટે સિમેન્ટનું સ્ટક્ચર વિકસિત કર્યાં છે.
તેમની નવી પદ્ધતિઓ સમજવા માટે કૃષિ યુનિવર્સિટી ઘણી વખત લૅક્ચર પણ ગોઠવેલા છે. તેમના ખેતર પર ઘણાં અધિકારીઓ આવીને ગયા છે.
ગુજરાતમાં સ્થિતી
9 લાખ 47 હજાર હેક્ટરમાં 20થી 24 લાખ ટન ઉત્પાદન ડાંગરનું થાય છે. હેક્ટરે સરેરાશ 2530 કિલોનું ઉત્પાદન 2022-23માં થયું હતું. એમ કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ઝવેરભાઈની ટેકનિકલ કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે અપનાવવામાં આવે તો 40 ટકા નહીં પણ જો 10 ટકા ઉત્પાદન વધારી શકાય તો પણ 2 લાખ ટન ચોખા વધારાના પકવી શકાય તેમ છે. જો 10 રૂપિયા કિલોના ભાવ ગણીએ તો પણ રૂ.200 કરોડનો ફાયદો મળી શકે તેમ છે. અને જો 40 ટકા ફાયદો ગણીએ તો 800 કરોડનો સીધો ફાયદો ઉત્પાદનમાં થાય તેમ છે.
માર્ચ 2024માં 80 હજાર હેક્ટરમાં ડાંગરનું ઉનાળું વાવેતર થયું છે.
ગુજરાતમાં ખરીફ ચોખાનું વાવેતર 8 લાખ 73 હજાર હેક્ટરમાં વાવેતર અને 21 લાખ ટન ઉત્પાદનની ધારણા 2023-24માં હતી. જે હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા 2373 કિલોની હતી.
અમદાવાદને સૌથી વધારે ફાયદો
શ્રી પદ્ધતિ અપનાવવામાં આવે તો સૌથી મોટો ફાયદો અમદાવાદને થાય તેમ છે. ગુજરાતમાં સૌથી વધારે ડાંગર અમદાવાદમાં ઉગાડવામાં આવે છે. જે ગુજરાતના કુલ વાવેતરના 18 ટકા એટલે કે 1 લાખ 61 હજાર હેક્ટર છે. બીજા નંબર પર ખેડા છે. જ્યાં રાજ્યના કુલ વાવેતરના 14 ટકા સાથે 1 લાખ 25 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. પણ ઉત્પાદનમાં ખેડા આગળ છે. જે રાજ્યનું કુલ 17.14 ટકા ઘાન પકવે છે. ઉત્પાદનમાં અમદાવાદ પાછળ છે જે 16.61 ટકા ચોખા પકવે છે. જો અમદાવાદને આગળ આવવું હોય તો ઝવેરભાઈ મંગળભાઈ પટેલની 3 નવી પધ્ધતિ અપનાવવી પડશે.
મહિસાગર
ઝવેરભાઈના મહિસાગર જિલ્લામાં 38507 હેક્ટરમાં ચોખા પાકે છે. રાજ્યના કુલ ઉત્પાદનમાં 4.71 ટકા હિસ્સો ધરાવે છે. મહિસાગરમાં ચોખા પહેલા નંબરનો પાક છે જેમાં 67 હજાર ટન પેદા થાય છે. મહિસાગર જિલ્લામાં સરેરાશ ઉત્પાદકતા 1650 કિલોની છે. ઝવેરભાઈનું હેક્ટર દીઠ 8500 કિલો ઉત્પાદન થાય છે. ગુજરાતનાં સરેરાશ ચોખાનું હેક્ટરે ઉત્પાદન તાપી અને જામનગર જિલ્લામાં 3000 કિલોની છે.
ઝવેરભાઈ 2010થી નવી પદ્ધતિ અપવી છે પણ તેમનો જિલ્લો તેમની પદ્ધતિ શિખવા કે અપનાવવા તૈયાર નથી. પણ ઝવેરભાઈને આ માટે 7 એવોર્ડ મળી ચૂક્યા છે.
આત્માના તત્કાલીન નિયામક ડો. પી. એમ. વઘાસિયાએ જાહેર કર્યું હતું કે ખેડૂતની સફળ ગાથા છે. જેનાથી ઘણાં ખેડૂતો પ્રેરણા મેળવી રહ્યાં છે. આત્મામાં 2017ની ટીમ તેમના ખેતર જોવા માટે આવી હતી. ઝવેરભાઈને 7 એવોર્ડ મળેલાં છે. પટ્ટા બનાવવા, ઘઉં નિયંત્રણ અને મૂલ્યવર્ધન, બિરાયણ બનાવવા, સજીવ શાકભાજી – કૃષિના ઋષિ એવોર્ડ મળેલા છે.
ઈકડ છોડ
ઝવેરભાઈએ તેના ખેતરમાં ઈકડના છોડ થોડા થોડાં અંતરે 6 વર્ષથી વાવે છે. તેના પર ઇયળ અને જીવાત ખાય એવા પક્ષીઓ બેસે છે. જે ડાંગરના છોડ પરથી ઇયળ ખાઈને આ છોડ પર બેસી જાય છે. આવી ઘણી ચકલી સતત હાજર હોય છે. એક ઈયળ 10 કંટી ડાંગરની બગાડે છે. જો એક ચકલી રોજના 20-30 ઈગળ ખાય જાય તો ઘણી કંટી (ડુંડી) બચી જાય છે. જૈવિક નિયંત્રણ કરે છે. દવા છાંટવી પડતી નથી.
પટ્ટા પધ્ધતિ
ઝવેરભાઈએ ડાંગર રોપણીની નવી પદ્ધતિ અપવાની છે. જેને તેઓ પટ્ટા પદ્ધતિ કહે છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આ પટ્ટા પધ્ધતિની નોંધ લેવામાં આવી છે. ડાંગરના ધરૂ રોપતી વખતે 20-25 ફૂટ વચ્ચે દોઢ ફૂટની જગ્યા તે ગાળો રાખે છે. જેને ખાલી પટ્ટો તેઓ કહે છે. સામાન્ય રીતે ખેડૂતો ડાંગરમાં આવી ખાલી જગ્યા રાખતા નથી. પણ જો રાખે તો ઉત્પાદનમાં 10 ટકાનો સીધો વધારો થાઈ શકે છે. કારણ કે મજૂરોને ચાલવા અને માલિકોને નિરિક્ષણ કરવા જગ્યા મળી રહે છે. ખાતર નાંખવા માટે જગ્યા રહેતી હોવાથી છોડનો નાશ થતો નથી. યોગ્ય માત્રામાં યોગ્ય રીતે અને યોગ્ય માપથી ખાતર નાખવાથી ખાતરમાં બચત થાય છે. જોઈએ એટલું જ ખાતર નાંખી શકાય છે. ડાંગરમાં સતત પાણી ભરાયેલા રહેતાં હોવાથી તેમાં સાપ, વીંછી જેવા જનાવર વધારે હોય છે પણ ખાલી જગ્યા હોવાથી તે તુરંત ધ્યાનમાં આવે છે. સાપ કરડવાથી દર વર્ષે ભારતમાં 64,000 અને ગુજરાતમાં બિનસત્તાવાર રીતે 5 હજાર લોકો અને 2020-21માં 7901, વર્ષ 2021-22માં 7656 અને વર્ષ 2022-23માં 7980 નાગરિકોને સાપે ડંખ માર્યા, તેમાં થોડો ઘટાડો થઈ શકે છે. ગામડાઓમાં 5 હજાર જેટલાં લોકોને કુતરા કરડી જાય છે. જેમાં કેટલાંક તો ડાંગરના ખેતરમાં હોય છે. તેથી તેનો બચાવ પટ્ટા પદ્ધતિથી થઈ શકે છે.
શ્રી પદ્ધતી
ખેતીવાડી વિભાગે સૂચવેની એસ એચ આર – શ્રી પદ્ધતિનો તેઓ ચૂસ્ત પણે અમલ કરે છે. જેમાં પહેલાં તો તેઓ લીલો પડવાશ, યોગ્ય પાણી, 11-12 જૂને ઘરું 6-7 પાનનું એટલે કે 10-12 દિવસનું થાય એટલે રોપી દે છે. નાનો છોડ બાળપણમાં રોપ્યા પછી સારી રીતે ફૂટે છે. તેથી ઉત્પાદન પણ વધારે મળે છે. જમીનમાં પાણીનો સારો નિતાર રાખે છે.
બે ગણું ચોખાનું ઉત્પાદન
પૅડી વિડર કે કોનોવિડરથી આંતરખેડથી ચોખાનું પ્રમાણ વધે છે. દરેક ફુટમાં કંઠી સારી આવે છે. દરેક કંઠીમાં દાણા વધારે ભરાય છે. પરિણામે ઉત્પાદન સારૂ મળે છે. હેક્ટરે 8015થી 12650 કિગ્રા મળે છે. આગલા દિવસે ધરૂ ઉખાડવાનું અને બીજા દિવસે રોપણી કરવાની રીત ‘શ્રી’ પદ્ધતિને અનુકૂળ નથી. બેથી ત્રણ ગણું ડાંગરનું ઉત્પાદન મળે છે. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીનાં ઘણા ખેડૂતોએ સાબિત કરી સારામાં સારૂં ઉત્પાદન મેળવેલું છે.
ડાંગરની સંકલિત (ઘનીષ્ઠ) ખેતી કે જે ‘શ્રી’ ના ટુંકા નામથી ઓળખવામાં આવે છે. તામમ જાતની ડાંગરની ખેતી માટેની પધ્ધતિ છે. શ્રી પધ્ધતિની શોધ 1983માં માડાગાસ્કર ટાપુના પાદરી ફાધર હેનરી લવલાની ધ્વારા કરવામાં આવેલી હતી. જે હાલમાં દુનિયાના ડાંગર પકવતા રાષ્ટ્રોમાં ઘણી પ્રચલિત થઈ રહી છે. શ્રી પધ્ધતિના છ પ્રકાર છે.
‘શ્રી’ પદ્ધતિ
1 – સમતલ નિતાર કરી શકાય, તેવી ઉંચાઈવાળી જમીન.
2 – પિયત આપી શકાય, તેવી વ્યવસ્થા.
3 – ફક્ત રાસાયણિક ખાતર જ નહીં, ભરપૂર સેન્દ્રિય ખાતર.
4 – સેન્દ્રિય ખાતર જમીન તૈયાર કરતી વખતે અથવા ઘાવલ પહેલા.
5 – હેકટરે 5 કિલો બીજને ફણગાવો
6 – ફણગાવેલા બીના 10 સરખા ભાગ કરી 1×10મી.ના ગાદી કયારામાં પુંકવા.
7 – ધરૂ 8થી 12 દિવસનું કુમળું વપરાય છે.
8 – માટી સાથે ધરૂ ઉખેડી મૂળ સહિત રોપણી.
9 – ધરુ ઉપાડી તુરંત 25 બાય 25 સેમી અંતરે રોપણી.
10 – એક સાથે એક જ છોડ રોપણી
11 – રોપણી બાદ ત્રણથી ચાર વખત હાથ પરબડી, પૅડી વિડર, કોનોવિડરથી આંતરખેડ.
શ્રી પધ્ધતિના ફાયદા
1 – પાણીની 30-40 ટકા બચત.
2 – પરંપરાગત 25-30 કિલો સામે હેકટરે 5 કિલો બી. 75 ટકા બી બચત.
3 – મોંઘા હાઈબ્રીડ બીયારણના ખર્ચમાં બચત
4 – રાસાયણીક ખાતર, જંતુનાશક દવાઓનું ઓછું ખર્ચ.
5 – ખેતરમાં બનેલાં સેંદ્રીય અને કુદરતી જૈવીક નિયંત્રણોનો ઉપયોગ.
6 – તંદુરસ્ત, સુગંધી અને સ્વાદીષ્ટ ચોખા.
7 – ઓછું ખર્ચ અને સારૂ ઉત્પાદન.
8 – રોપણીનો ધકકો ન લાગવાથી ધરૂ ઝડપથી ચોંટે.
9 – પાક 7-10 દિવસ વહેલો તૈયાર થાય.
10 – પહોળા અંતરે એક જ ધરુ છોડની રોપણી.
11 – બ્રીડર અને ફાઉન્ડેશન બીજના સંવર્ધન માટે વધુ અનુકુળ.
12 – શ્રી પધ્ધતિથી મેળવેલાં બીજની સારી ગુણવત્તા હોય છે.
લીલોપડવાસ –
લીલોપડવાસ કરવા શણ, ઈકડ, તોરા, ગવાર જેવા પાક પસંદ કરે છે. નાઇટ્રોજન વધારે મળે, હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં લઈ લે તેવા લીલા પડવાસને વધારે પસંદ કરે છે. જેથી ડાંગરને પુરતાં પોષક તત્વો કુદરતી રીતે મળી રહે છે.
સિમેન્ટના પાણી નાકા
પાઈપ કે ધોરિયા દ્વારા પાણી ખેતરમાં લઈ જવામાં આવે છે ત્યારે ક્યારો ભરાય જાય તો પાણીનું નાકું માટીથી વાળવું પડે છે. પણ ઝવેરભાઈએ ક્યારાના નાકા ધૂળના કે માટીના નહીં પણ સિમેન્ટના બનાવ્યા છે. જેનાથી પાણી અને સમયની બચત થવા લાગી છે. રાત્રે સિંચાઈ કરવામાં સરળતા રહે છે અને પાણી બગડતું અટકે છે.