પીએમ મોદી આજે ગુજરાતમાં છવાઈ ગયા હતા તેઓએ પોતાના બ્લોગમાં માતાની 100માં જન્મદિન નિમિત્તે ભૂતકાળના સ્મરણો લખ્યા છે અને ખુબજ મુશ્કેલીઓ વેઠીને માં એ પોતાને મોટા કર્યા વગરે વિસ્તારથી લખ્યું છે પણ આ બધા વચ્ચે તેઓએ અબ્બાસ નામના એક મુસ્લિમ યુવક વિશે જે વાત કરી છે તે વાત સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રેન્ડમાં રહી છે. આપને જણાવી દઈએ કે આ અબ્બાસ કોણ છે તે અંગે વાત કરીશું.
પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું કે, પોતાના પિતાના એક અંગત મિત્રનુ અવસાન થયા બાદ તેમના પુત્ર અબ્બાસને તેઓ પોતાના ઘરે લઈ આવ્યા હતા અને આ અબ્બાસ મોદી પરિવારમાં જ ઉછેર્યો હતો. મોદીના માતા હીરા બાએ તેને પોતાના દીકરાની જેમ જ પ્રેમ આપ્યો હતો. ઈદ પર અબ્બાસ માટે મારી માતા પકવાન બનાવતા હતા. પીએમએ લખ્યુ છે કે, મારી માતા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ થતા હતા. ઘરમાં જગ્યા ભલે નાની હોય, પણ તેમનુ દિલ મોટું હતું આમ પોતાની માતાએ અબ્બાસને પોતાના સગા દીકરાની જેમ સાચવ્યો
મોદીના માતા હીરાબા અબ્બાસ અને પોતાના સંતાનોમાં ક્યારેય ભેદભાવ ન કરતા. તેમણે બ્લોગમાં લખ્યુ છે કે, અબ્બાસ મારા ઘરમાં રહીને જ મોટો થયો, વાંચતો-લખતો થયો. હીરા બા તેના પર ખાસ ધ્યાન આપતા હતા. એટલુ જ નહિ, તહેવારો પર આસપાસના બાળકો અમારા ઘરે આવીને ભોજન કરતા હતા. કારણ કે, તેઓને હીરા બાના હાથનુ ભોજન વધુ પસંદ હતું.
આમ, પિતાના મિત્રનું અવસાન થયા બાદ તેમનો પુત્ર અબ્બાસ પોતાના ઘરે મોટો થયો અને હીરાબાએ પોતાના પુત્ર જેટલોજ સ્નેહ આપ્યો હોવાની વાત બ્લોગમાં લખી છે.
વડાપ્રધાન મોદીએ આ બ્લોગનું નામ ‘મા’ રાખ્યું છે. આ બ્લોગ હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં લખવામાં આવ્યો છે. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું છે, ‘મા, આ માત્ર એક શબ્દ નથી. આ જીવનની અનુભૂતિ છે જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. દુનિયાનો કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ દેશ હોય, દરેક બાળકના મનમાં સૌથી અમૂલ્ય સ્નેહ માતા માટે હોય છે. માતા, આપણા શરીરનું નિર્માણ જ નહીં પરંતુ આપણું મન, આપણું વ્યક્તિત્વ, આપણો આત્મવિશ્વાસ પણ બનાવે છે અને તેના બાળક માટે આ કરતી વખતે તે પોતાની જાતને ખર્ચે છે, પોતાને ભૂલી જાય છે.
