વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તા.18 મી જુનના રોજ 100 વર્ષ પૂર્ણ કરવા જઇ રહયા છે ત્યારે પીએમ મોદી પણ હાજર રહેશે.
હીરાબા હાલમાં ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં રહે છે. હીરાબના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરી બર્થડે ગિફ્ટ અપાશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ વર્ષના થશે તે દિવસે તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા પાસે આવશે અને આર્શિવાદ લેશે.
આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતન થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભક્તિ ભજન જીતુ રાવલ, લોક હાસ્ય ગુણવંત ચુડાસમા, સંગીત નિયોજક પંકજ ભટ્ટ દ્વારા કરવામાં આવશે.
શનિવારે સાંજે સાડા સાત કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.