રાજ્યમાં આગામી તા.27મી જાન્યુઆરીએ PM મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમ કરશે.
આ કાર્યક્રમની જાહેરાત બાદ હવે રાજ્યભરના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય દ્વિતીય પરીક્ષા 27ને બદલે એક દિવસ મોડી એટલે કે તા.28મી જાન્યુઆરીથી શરૂ થશે.
મહત્વનુ છે કે અગાઉ નક્કી કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ તા. 27મીથી પ્રિલિમનરી પરીક્ષા શરૂ થવાની હતી જે હવે 28મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે.
વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમનું ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો સહિતની રેડિયો ચેનલમાં પણ લાઈવ સ્ટ્રિમિંગ કરાશે. આ કાર્યક્રમ ધોરણ 6થી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓ જોઈ શકે તે પ્રકારની શાળામાં વ્યવસ્થા કરાશે. મોટાભાગની શાળાઓ ટીવીથી સજ્જ છે અને ઇલેક્ટ્રિક કનેક્શન ધરાવે છે. જો આમાંથી કોઈપણ સુવિધા શાળામાં ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થીઓને તે દિવસે વડાપ્રધાનનું જીવંત સંબોધન નિહાળી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે.