વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોય તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 5 જૂને ગુજરાતના પ્રવાસે આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જોકે,આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ
બિન સત્તાવાર માહિતી મુજબ તેઓ પાંચ જૂને ગુજરાત આવનાર છે અને મોદીજી દક્ષિણ ગુજરાતમાં બારડોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ આંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ મુલાકાત સ્થળે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સાથેજ PMના કાફલાનો રૂટ અને સુરક્ષા મામલે તંત્રમાં ધમધમાટ શરૂ થયો છે.
PM મોદીજીનું હેલિકોપ્ટર અંત્રોલીના ક્રિકેટ મેદાનમાં હેલિપેડ પર લેન્ડ થશે.
જ્યાંથી તેઓ અન્ય સ્થળે જશે.
વડાપ્રધાન મોદીજી ગુજરાતની મુલાકાતે આવનાર હોય ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.