વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30 જૂન સુધીમાં ફરી ગુજરાત આવશે તેમ સુત્રોનું કહેવું છે.
પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.
અમદાવાદ સિવિલમાં 700 બેડની સૌથી મોટી ન્યૂ કિડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્ત્વનું છે કે વડાપ્રધાન મોદી ગતતા. 17 અને 18 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે હતા અને વડાપ્રધાન મોદીએ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના દર્શન કરી ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું અને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પણ સામેલ થયા હતા અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું.
હવે આગામી દિવસોમાં ફરી મોદીજી અમદાવાદમાં ન્યુ કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરે તેવી શકયતા છે.