ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજકીય પક્ષોમાં ગરમાટો આવ્યો છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલની ગુજરાતની મુલાકાત બાદ હવે પીએમ મોદી ગુજરાત આવી રહયા છે.
હવે ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટકકર થશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
હજુતો કચ્છની મુલાકાત કરી કેજરીવાલ ગયા છે ત્યારે હવે
PM નરેન્દ્ર મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
તેઓ ગાંધીનગર -અમદાવાદ અને કચ્છની મુલાકાત કરનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં જોડાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
PM મોદી પહેલા અમદાવાદમાં આવશે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જનસભાને પણ સંબોધશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાનનો કચ્છમાં પણ કાર્યક્રમ યોજાશે.
કચ્છમાં સ્મૃતિ વનનું લોકાર્પણ તેમજ નર્મદા કેનાલ બેઝ વોટર સપ્લાય પ્રોજેકટનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે. આ સાથે તેઓ કચ્છમાં જનસભાને સંબોધિત કરનાર છે.