ભારત માં સ્વદેશી કોરોના રસી નું ટ્રાયલ ચાલુ છે ત્યારે વડાપ્રધાન ઝાયડસ કંપનીના પ્લાન્ટનું નિરિક્ષણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોલા સિવિલમાં ચાલી રહેલ ટ્રાયલ વૅક્સિનનું નામ આત્મનિર્ભર જાહેર થાય તેવી પણ અટકળો ચાલી રહી છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ વૅક્સિનની ટ્રાયલ શરુ થઈ ગઈ છે ત્યારે આ વૅક્સિનનું નામ ‘આત્મનિર્ભર’ રાખવામાં આવી શકે છે. આગામી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે જે દરમિયાન વૅક્સિનના નામની જાહેરાત થનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વડાપ્રધાન અમદાવાદની ઝાયડસ કંપનીની મુલાકાત લઈને ઝાયડસની વૅક્સિનની કાર્યવાહી અંગેનું પણ નિરિક્ષણ કરશે. હાલ ઝાયડસ કંપનીના પ્લાન્ટમાં વૅક્સિનનું કામ અંતિમ તબક્કામાં છે. હાલમાં ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી નામની વૅક્સિનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં વૅક્સિનની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિન ટ્રાયલ માટે લાવવામાં આવી છે, જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10 થી 1માં આપવામાં આવશે.
હાલ દુનિયાભરમાં કોરોના રસી નું પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ભારત માં પણ સ્વદેશી રસી માટે ટ્રાયલ ચાલુ છે.
