PM મોદી 21 અને 22 માર્ચ એમ બે દિવસ માટે ગુજરાતના મેહમાન બનશે. ત્યારે 21મી માર્ચે તેઓ કેવડિયા કોલોની જશે જ્યાં ફેરી બોટ સેવા, નવો હાઈ લેવલ બ્રીજ, જંગલ સફારી, કેકટર્સ ગાર્ડન, એકતા નર્સરી, ગ્લો ગાર્ડ, ચિલ્ડ્રન ન્યૂટ્રીશિયન પાર્ક અને એકતા મોલ સહિત સાતથી વધુ લોકાર્પણ કરશે. એક શક્યતા એવી પણ છે કે વડાપ્રધાન મોદી કેવડિયા ટેન્ટસિટી ખાતે રાત્રિ રોકાણ કરે તેવી પણ શક્યતા છે. ત્યારે પીએમની મુલાકાતને લઈને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે કેવડિયાની મુલાકાત લીધી હતી. અને બંધબારણે મીટિંગ પણ કરી હતી.
