PM Modi Tribute To Sardar Patel: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન, સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યા હતા અને તેમની પ્રતિમા પર પાણી અને ફૂલ અર્પણ કર્યા હતા.
આ ખાસ અવસર પર વડાપ્રધાન કેવડિયામાં રૂ. 160 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. PM મોદીએ સોમવારે મહેસાણામાં લગભગ 5800 કરોડ રૂપિયાના રેલ, રોડ, પીવાના પાણી અને સિંચાઈ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
#WATCH | PM Modi pays tributes to Sardar Vallabhbhai Patel on his birth anniversary pic.twitter.com/K2rXhxUcfh
— ANI (@ANI) October 31, 2023
પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકતા નગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પર જનતાને શપથ લેવડાવ્યા હતા. જેમાં વિવિધ રાજ્યોના પોલીસ દળોએ ભાગ લીધો હતો. આ પછી સીમા સુરક્ષા દળની ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો.
#WATCH | PM Modi administers 'National Unity Day' pledge to the public at Ekta Nagar in Gujarat on the occasion of the birth anniversary of Sardar Vallabhbhai Patel pic.twitter.com/LupBAVDym7
— ANI (@ANI) October 31, 2023